યુવતીનું રેલવે સ્ટેશન માસ્તર સાથે થયું અફેર, પ્રેમીને લીધે ઉઠાવ્યું હૃદય કંપાવી દેનારું પગલું, પ્રેમીને ફોન કર્યો અને…

4 વર્ષથી સ્ટેશન માસ્તર સાથે હતું ઇલુ ઇલુ, બંને વચ્ચે એક મેટર થઇ અને યુવતીએ કરી લીધી આત્મહત્યા, છેલ્લે ફોન કરીને કહ્યું કે…

દેશભરમાં આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત જેવા ભયાનક પગલાં પણ ભરતા હોય છે, હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાએ મોતને વહાલું કરી લીધું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્દોરના એરોડ્રોમ વિસ્તારમાં એક યુવતીએ તેના પ્રેમી રેલવે સ્ટેશન માસ્ટરના ઘરે જઈને ગળેફાંસો ખાઈ લીધો. યુવતી અને સ્ટેશન માસ્ટર વચ્ચે બે વર્ષથી અફેર ચાલતું હતું. ગત ગુરુવારે રાત્રે યુવતી સ્ટેશન માસ્ટરને મળવા માટે તેના ઘરે ગઈ હતી. જ્યાં બંને બ્વછે લગ્ન બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા બનાળ યુવતીઓ રૂમમાં ગઈ અને ફાંસી લગાવી આપઘાત કરી લીધો.

મૃતક યુવતિ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. ટીઆઈ સંજય શુક્લાના જણાવ્યા અનુસાર આ ઘટના પલ્હાર નગરની છે. અહીં રહેતી લક્ષ્મીનારાયણ મિશ્રાની દીકરી 28 વર્ષીય પ્રીતિએ તેના મિત્ર 34 વર્ષીય સચિન શર્માને સરકારી ક્વાર્ટરમાં ફાંસી લગાવી લીધી હતી. આપઘાત કરતા પહેલા પ્રીતિએ સચીનને મળીને લગ્નની વાત કરી પરંતુ સચિને નોકરી મળ્યા બાદ લગ્ન કરવાની વાત કરી હતી. જેના બાદ બંને વચ્ચે આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ પ્રીતિએ જીવ આપી દીધો હતો.

પ્રીતિ સાથે આ પહેલા પણ લગ્નના નામે દગો થયો હતો. સચિન પહેલા તેના મિત્રએ પણ પ્રીતિ સાથે લગ્નના નામે છેતરપિંડી કરી હતી. સચિન અગાઉ SFમાં પોસ્ટેડ હતો. આ પછી તેની નોકરી રેલવે માસ્ટરની પોસ્ટ પર હતી. અહીં તેને સરકારી ક્વાર્ટર મળ્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી.

આ પહેલા પ્રીતિની મિત્રતા 2017માં સચિનના એક મિત્ર સાથે ફેસબુક દ્વારા થઇ હતી. જેના બાદ બંને વચ્ચે 4 વર્ષ સુધી સંબંધ રહ્યો પરંતુ સચિનના મિત્રએ પણ લગ્નના નામે તેની સાથે છેતરપિંડી કરી હતી અને બીજે લગ્ન કરી લીધા હતા. જેના બાદ સચિન પ્રીતિનો સહારો બન્યો હતો અને બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ સંબંધો બંધાતા લગ્ન સુધી વાત પહોંચી હતી, પરંતુ ગત ગુરુવારના રોજ સચિને લગ્ન માટે ના પાડતા આપઘાત કરી લીધો.

Niraj Patel