હોટેલમાં ચેકઆઉટ કરીને યુવક બહાર ગયો અને સ્ટાફને શંકા જતા સૂટકેસ ખોલાવી, અંદરથી જે જોયું એ જોઈને મોતિયા મરી ગયા

ગેસ્ટહાઉસમાં પેહલા તો કેક કાપીને ઉજવણી કરી પછી પ્રેમિકાને આપ્યું દર્દનાક મોત, લાશને વાળી સૂટેકસ ખુલતા જ ઉઠાવવા વાળો હોટેલનો માણસ ધ્રુજી ઉઠ્યો- જાણો સમગ્ર વિગત

હરિદ્વારના પીરાન કલિયર વિસ્તારમાંથી સનસનીભર્યો મામલો સામે આવ્યો છે.એસપીના આધારે આરોપી ગુલજેબ મૈદાનીયાન જે જ્વાલાપુરનો રહેનારો છે તેમણે ગુરુવારના રોજ કલિયર સ્થિત એક ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવ્યો હતો. આરોપી સ્કૂટીમાં સવાર થઈને એક મોટું બેગ લઈને ગેસ્ટહાઉસ પહોંચ્યો હતો, અમુક કલાક પછી જયારે તે ગેસ્ટહાઉસની બહાર નીકળ્યો તો સૂટકેસ એટલું ભારે હતું કે તેનાથી ઊંચકી શકાતું ન હતું. જેના પછી ગેસ્ટહાઉસની માલકીનને શંકા જતા મેનેજર પાસે સૂટકેસ ખોલવા માટે કહ્યું. સૂટકેસ ખોલીને જોયું તો દરેક કોઈ હેરાન રહી ગયા હતા.

સૂટકેસમાં એક યુવતીનું મૃત શરીર મળી આવ્યું હતું. પહેલા તો આરોપીએ પ્રેમ પ્રકરણની કહાની બતાવીને યુવતીએ આત્મહત્યા કરી હોવાની વાત કહી હતી અને પછી તે પણ આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો.પણ પછી પુરી ઘટના હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.જેના પછી યુવતીના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું અને પોલીસે સ્કૂટી અને તેની અંદરથી એક ચાકુ પણ જપ્ત કર્યું હતું.

આરોપીએ પહેલા તો કહ્યું કે તે એકબીજાને વર્ષોથી પ્રેમ કરતા હતા પણ પરિવાર લગ્ન માટે માની રહ્યો ન હતો માટે દુઃખી થઈને પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી અને તે તેના શરીરને સૂટકેસમાં ભરીને નદીમાં નાખવા માટે જઈ રહ્યો હતો અને પોતે પણ આત્મહત્યા કરવાનો છે. પણ યુવતિના પિતાએ જ્યારે પોલિસને મંતવ્ય આપ્યું તો બધી હકીકત સામે આવી ગઈ હતી.

હોટેલમાં યુવતીએ નકલી આઈડી બતાવી હતી. આરોપીએ પ્રેમિકાને જન્મદિસવના બહાને ગેસ્ટહાઉસમાં બોલાવી હતી.પહેલા તો આરોપીએ કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી અને પછી તકિયાથી મોં દબાવિને હત્યા કરી હતી. આરોપી પ્રેમિકા પર લગ્ન માટે દબાવ બનાવી રહ્યો હતો.

મૃતકના પરિવારે કહ્યું કે જે દિવસે તેનો જન્મદિવસ હતો તે જ દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ બની ગયો.પોલીસના આધારે બંને આઠ વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા પણ યુવતીનો પરિવાર લગ્ન માટે રાજી ન હતો.માટે યુવતી પણ પરિવારના વિરુદ્ધ જઈને લગ્ન કરવાની ના કહી હતી એવામાં રોષે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હતી. હાલ પોલીસ આગળની જાંચ કરી રહી છે.

Krishna Patel