રંગીલા રાજકોટમાં લગ્નના દિવસે જ પ્રેમીએ દુલ્હન સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પતિને જાણ થતા સમગ્ર મામલો સામે આવ્યો

રંગીલા રાજકોટમાં લગ્નના દિવસે જ પ્રેમીએ દુલ્હન સાથે કરી ધબાધબી , પતિને જાણ થતા સમગ્ર મામલો સામે આવ્યો

રંગીલા રાજકોટમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. લગ્નના દિવસે જ પ્રેમી યુવકે પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પતિને જાણ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ 25 વર્ષીય પરિણીતાએ પ્રેમી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

છેલ્લા બે મહિનાથી પોતાના પિયર રહેતી 25 વર્ષીય પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2021 માં લગ્ન પ્રસંગ દરમિયાન તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી. શરૂઆતના સમયમાં યુવકે યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે Facebook ઉપર અને ત્યારબાદ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થતા WhatsAppમાં વાતચીત થતી હતી.

આજથી બે વર્ષ પૂર્વે યુવતી મળવા તેની બોલેરો કારમાં ગઈ હતી. બોલેરો ગાડીમાં નશાકારક પદાર્થ પીવડાવી યુવતીને બેભાન કરવામાં આવી હતી. બેભાન અવસ્થામાં યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હતો. તેમજ તેના બીભત્સ વીડિયો ઉતારીને ધમકી આપી હતી, ‘‘જો તું સમગ્ર મામલે તારા ઘરના સભ્યોને વાત કરીશ તો હું તારો વિડીયો વાયરલ કરી અને બદનામ કરી નાખીશ.’’ પાંચ મહિના બાદ યુવક દ્વારા અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યા હતા.

યુવતીના જણાવ્યા અનુસાર, “28 એપ્રિલ 2024 ના રોજ મારા તેમજ મારા ભાઈના લગ્ન હતા. તે દિવસે મને WhatsApp કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે ‘‘હું તારા ઘરે આવું છું.’’ જેથી મેં તેને મારા ઘરે આવવાની ના પાડતા તેણે મારો ઉતારેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ મારા ભાઈના લગ્ન પણ તોડાવી નાખવાની ધમકી આપી હતી. જેથી મેં યુવકને છેલ્લી વાર ઘરે મળવા માટે બોલાવતા તેણે મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.

તેમજ તે બાબતના ફોટા પોતાના મોબાઈલમાં પાડી રેથી જતો રહ્યો હતો. લગ્ન બાદ પણ હું જ્યારે મારા પિયરમાં આવી ત્યારે પણ યુવકે મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. પિયરથી હું જ્યારે સાસરીમાં આવી ત્યારે પણ યુવક અવારનવાર મને WhatsApp કોલ કરી હેરાન પરેશાન કરતો હતો. જે બાબતની જાણ મારા પતિને થતા મારા પતિએ યુવક ને મને હેરાન પરેશાન ન કરવાનું જણાવ્યું હતું. ત્યારે યુવકે પણ મારા પતિને ધમકી આપી હતી. તેમજ ત્યારબાદથી મારા પતિએ મારા ભાઈને ફોન કરીને મને પિયર લઈ જવાનું જણાવ્યું હતું.

Twinkle