નારોલમાં પ્રેમી નીકળ્યો દગાબાજ: પોતે બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીને મિત્રોના હવાલે કરી દીધી, પછી આખી રાત…જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી ઘણીવાર સગીરાઓ, યુવતિઓ કે મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટના બને છે. આવી ઘટનાઓ સામે આવ્યા બાદ ચકચારી પણ મચી જાય છે. ત્યારે હાલમાં અમદાવાદના નારોલમાંથી આવી ઘટના સામે આવી, જેમાં નારોલ પોલીસે 20 વર્ષની યુવતિ પર દુષ્કર્મની ફરિયાદના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. પીડિતાનો આરોપ છે કે એક આરોપીએ તેનું અપહરણ કર્યું અને પછી તેના ઘરેથી દાગીના-રોકડની ચોરી કરવા દબાણ કર્યું. આ ઉપરાંત પીડિતાએ પ્રેમી અને તેના મિત્ર પર દુષ્કર્મનો આરોપ મૂક્યો છે અને અન્ય મિત્ર પર ગુનાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે.

ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા તેણે કહ્યુ કે યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી ધાનેરા લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી આ વાત કોઈને ન કરવાનું કહી ધમકી આપી. તે પછી તેણે યુવતીને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી અને પ્રેમી છોટુરામ અને તેના બે મિત્રોએ પણ યુવતિ સાથે દુષ્કર્મ આચર્યુ. આ ઉપરાંત નવ દિવસ સુધી યુવતી સાથે દુષ્કૃત્ય થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના બહાને હોટલમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. ત્યારે આ મામલે પીડિતાએ આરોપી પ્રેમી અને તેના મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે. સાથે જ મુખ્ય આરોપી બીજી ધર્મનો હોવાથી આ ગુનામાં અન્ય કોઈ પરિબળ જવાબદાર છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

જે આરોપીની પોલિસે ધરપકડ કરી છે, તે છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ છે. ત્રણેય વિરુદ્ધ અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. છોટુરામ શાએ પીડિતાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યુ હતુ અને અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ તેના મિત્ર મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલે પણ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ જણાવ્યુ કે તે ઈસરાર સાથે પ્રેમમાં પડી અને તેણે તેની સાથે જવા માટે સમજાવી. જ્યારે તેની માં અને ભાઈઓ સૂઈ ગયા ત્યારે તેણે ભાગી જવાની યોજના બનાવી અને 14મીએ ઇસરાર તેના ઘરે આવ્યો અને તેની પાસે તે સમયે પૈસા ન હોવાથી રોકડ અને દાગીના લઇ જવાનું કહ્યુ.

યુવતિએ પણ તેની વાત માની લીધી અને ઘરમાં ચોરી કરી. નારોલ ખાતેથી નીકળ્યા બાદ યુવતિને તેના પ્રેમીએ મિત્ર ગોહિલ સાથે મોટરસાયકલ પર બેસાડી અને ઈસરાર તેને ધાનેરાની એક હોટેલમાં લઈ ગયો. જ્યાં ઈસરારે અવાર નવાર યુવતિ પર દુષ્કર્મ આચર્યું. તે બાદ રિન્કુ અને મિલન પણ આ હોટલમાં આવ્યા અને જેના કારણે તેઓ બીજી હોટલમાં રહેવા માટે જતા રહ્યા. જો કે, બીજી હોટલમાં પણ બંને વચ્ચે અનેક વાર શરીર સંબંધો બંધાયા અને યુવતિને આ માટે મજબૂર કરાઈ. 17 મેના રોજ પીડિતાને અમદાવાદ પરત લાવવામાં આવી અને પછી તે ઈસરાર સાથે ભાડાના મકાનમાં રહેવા લાગી. જો કે, સોમવારે તે બીમાર પડતાં રિન્કુ ગોહિલ તેને ડોક્ટર પાસે લઈ જવાનો હતો પણ તેણે આમ ન કરી હોટેલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યું

. વારંવાર એ દિવસે રિન્કુએ યુવતિની લાજ લૂંટી અને પછી ધમકી પણ આપી કે જો તેણે આ વાત ઈસરારને કહી તો મજા નહીં આવે. બંનેના સંબંધોમાં ભંગાણ પાડવાનું કહી રિન્કુએ અવાર નવાર હોટેલ રૂમમાં યુવતિની લાજ લૂંટી. જો કે, ગોહિલે પાછળથી ઈસરારને કહ્યું કે ક્લિનિકમાં નર્સ નહોતી એટલે યુવતિને ટ્રિટમેન્ટ નહોતી મળી. ત્યારપછી પોલીસે પીડિતા જ્યાં રહેતી હતી અને કઈ કઈ હોટેલમાં રહી તેની વિગતો બહાર કાઢી અને લોકેશન ટ્રેસ કરી દીધું. જો કે યુવતિની માતા તેની પાસે પહોંચતા તેણે આપવીતી જણાવી.