મનોરંજન

કંઈક આવી હતી સલમાનના પિતા સલીમ ખાનની પ્રેમ કહાની, પરણિત અને 4 બાળકોનો પિતા હોવા છતાં હેલેન સાથે કરી લીધા હતા બીજા લગ્ન

સલમાન ખાનના પપ્પા સલીમ 4-4 બાળકોનો પિતા હતો તો પણ હેલેનને દિલ દઈ બેઠો, પછી જે થયું

આજના સમયમાં પતિ-પત્નીના ઝઘડા વિષે વાંચવા અને સાંભળવા મળે છે. એક પત્નીના હોવા છતાં બીજી મહિલા સાથે લગ્ન કરીએ તો તમે સમજી શકો છો કે આ વાત કોર્ટ સુધી પહોંચી જાય છે. જો વાત સલમાન ખાનના પિતા સલીમ ખાનની વાત કરવામાં આવે તો આ બધી વાત તેના માટે ફક્ત અપવાદ છે. સલીમ ખાન સાહેબએ એક નહીં બે-બે લગ્ન કર્યા છે.

Image source

બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર અને સ્ક્રીન રાઇટર સલીમ અબ્દુલ રશીદ ખાન આજે તેનો 85મોં જન્મ દિવસ મનાવી રહ્યા છે. 24 નવેમ્બર 1935ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેનો જન્મ થયો હતો. સલીમ તેના ભાઈ-બહેનમાં સૌથી નાના હતા. સલીમ ખાન જયારે 14 વર્ષની ઉંમરના જ હતા ત્યારે તેના માતા-પિતાનું નિધન થઇ ગયું હતું.

Image source

સલીમ ખાન 9 વર્ષના હતા ત્યારે ટીબીને કારણે તેની માતાનું અવસાન થયું. સલીમે તેની માતાના મૃત્યુના ચાર વર્ષ પહેલાંથી જ તેની માતા બિમારીથી પીડિત હતી. જેના કારણે તેણી ના તો તેમના બાળકોની નજીક આવી શકી હતી ના તો તેમને પ્રેમ કરી શકતી હતી અને આ કારણે સલીમ તેની માતા સાથે વધુ સમય પસાર કરી શક્યો ન હતો.

Image source

આ પછી વર્ષ 1950માં તેના પિતાનું પણ અવસાન થયું હતું અને આ સમયે સલીમ 14 વર્ષનો હતો. જે બાદ સલીમના ભાઈએ તેને ભણવામાં મદદ કરી. તેણે બી.એ.સુધીની ભણતર પૂર્ણ કર્યું હતું. અભ્યાસ ઉપરાંત સલીમ રમતગમતમાં પણ ખૂબ સારો હતો. તેની સાથે તે ટ્રેન્ડ પાઇલટ પણ હતો. સલીમ દેખાવમાં પણ સારો હતો અને આ કારણે તેના ક્લાસના મિત્રો તેને ઘણીવાર એક્ટર બનવાની સલાહ આપતા હતા.

Image source

ફિલ્મ ડાયરેક્ટર કે. અમરનાથે સલીમ ખાનને જોયો ત્યારે જ તેના દેખાવથી પ્રભાવિત થયા અને તેને બારાત ફિલ્મના સહાયક ભૂમિકા માટે સાઇન કર્યો હતો. જેના માટે તેને ફિલ્મના શૂટિંગના સમય સુધીમાં 1000 રૂપિયાની સાઇનિંગ રકમ અને 400 રૂપિયા માસિક પગારની ઓફર કરવામાં આવી હતી. સલીમે આ ઓફર સ્વીકારી અને મુંબઈ શિફ્ટ થઈ ગયો હતો. આ ફિલ્મ વર્ષ 1960માં રિલીઝ થઈ હતી. પરંતુ મોટા પડદે કમાલ કરી શકી ન હતી.

Image source

સલીમ ખાન પ્રિન્સ સલીમના નામથી કામ કરતો હતો. સલીમને ફિલ્મોમાં સપોર્ટિંગ એકટરનો રોલ મળતો હતો અને આ દરમિયાન બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું. ઘણી ફિલ્મોમાં સલીમ ખાનનો રોલ એટલો નાનો હતો કે, તેને ક્રેડિટ પણ આપવામાં આવતી નથી.

Image source

વર્ષ 1970 સુધી 14 ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં તીસરી મંજિલ, સરહદી લુટેરા અને દીવાના જેવી ફિલ્મો શામેલ છે. લગભગ 25 ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને અહેસાસ થયો કે તે એક્ટર બની શકતા નથી. પરંતુ ઘણું મોડું થઇ ગયું હતું.પરંતુ ઇન્દોર પરત ફરી શક્યા ના હતા. આ બાદ સ્ક્રીન રાઈટીંગ પર  ફોક્સ કરી અલગ જ ઓળખ બનાવી હતી.

Image source

સલીમ ખાનની પર્સનલ લાઈફની વાત કરવામા આવે તો તેને 18 નવેમ્બર 1964ના રોજ સુશીલા ચરક સાથે લગ્ન કર્યા હતા. બંનેને ચાર બાળકો થયા હતા જેમાં ત્રણ દીકરા સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન અને દીકરી અલ્વિરા ખાન. આ બાદ સલીમ ખાનનું અફેર એક્ટ્રેસ હેલેન રિચર્ડસનથી થઇ હતી. આ બાદ બંનેએ લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો. આ બાદ બંનેએ 1981માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

Image source

સલીમ ખાનના બીજા લગ્નથી તેની પહેલી પત્ની સુશીલા ખરાબ રીતે તૂટી ગઈ હતી. આમ છતાં તે સલીમથી અલગ થવા માંગતી ના હતી. સુશીલા અને તેના બાળકો હેલેનને પસંદ કરતા ના હતા પરંતુ હેલેનએ સલીમ અને અને સુશીલા સાથે તેના ઘરમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. ધીરે-ધીરે સુશીલા અને તેના ચાર બાળકો સાથેના સંબંધ સારા થઇ ગયા હતા. આજે પણ બધા વચ્ચે સારો સંબંધ છે. અને ઘરમાં એક છત નીચે જ રહે છે.

Image source