પ્રેમમાં પાગલ બની આ 20 વર્ષની કુમળા ફૂલ જેવી છોકરી, ભેંસની દેખરેખ રાખતા નોકર સાથે જ કરી લીધા લગ્ન, જુઓ અજબ પ્રેમ કી ગજબ કહાની

મમ્મીએ ભેંસો સાચવવા માટે ઘરે રાખ્યો નોકર, 20 વર્ષની માલકીનની દીકરીને પટાવી ગયો, જુઓ તમેની આ અનોખી લવસ્ટોરી

આપણે ત્યાં એવું કહેવાય છે કે પ્રેમ આંધળો છે, અને ઘણીવાર તો એવી એવી કહાની પણ સામે આવતી હોય છે એ જોઈને સાબિત થઇ જાય કે પ્રેમ ખરેખર આંધળો જ હોય છે. છેલ્લા થોડા સમયમાં એવી ઘણી કહાનીઓ સામે આવી છે, જેમાં મોટી ઉંમરમાં પુરુષો સાથે નાની નાની ઉંમરની યુવતીઓ લગ્ન કરી લેતી હોય છે, ત્યારે હાલ પણ એક એવી જ કહાની સામે આવી છે, જેમાં એક નોકરના પ્રેમમાં 20 વર્ષની છોકરી પડી અને લગ્ન કરી લીધા.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતી 20 વર્ષની મુસ્કાનના પરિવારે 25 વર્ષીય અમીરને પોતાના ઘરની ભેંસોની સંભાળ રાખવા માટે રાખ્યો હતો. મુસ્કાને જણાવ્યું કે તેના ઘરમાં 4 ભેંસ હતી, તેમની સંભાળ રાખવી મુશ્કેલ હતી. એટલા માટે અમે આમિરને રાખ્યો છે. તે પોતાનું કામ ઈમાનદારી અને ખંતથી કરતો હતો. તેની દેખભાળને કારણે ચારેય ભેંસો પહેલા કરતાં વધુ દૂધ આપવા લાગી.

જેના બાદ તે આમિરની મહેનત અને ઈમાનદારીથી પ્રભાવિત થઈ હતી. ધીમે ધીમે આમિરને સારું લાગવા લાગ્યું. આ પછી મુસ્કાને નક્કી કર્યું કે તે આમિરને તેના દિલની હાલત જણાવીને રહેશે. મુસ્કાન કહે છે કે એક દિવસ આમિર ભેંસને તબલામાં નવડાવી રહ્યો હતો, ત્યારે તે તેની પાસે ગઈ અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.

મુસ્કાને આમિરને કહ્યું કે, હું તને પસંદ કરવા લાગી છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મુસ્કાનની વાત સાંભળીને આમિર ચોંકી ગયો. આ પછી તેણે મુસ્કાનને જવાબ આપવા માટે સાંજ સુધીનો સમય માંગ્યો હતો. આમિરે તેના પરિવારના સભ્યો સાથે આ વિષય પર વાત કરી અને સાંજે મુસ્કાન પાસે ગયો અને પ્રસ્તાવ સ્વીકારી લીધો.

મુસ્કાને કહ્યું કે તેના ઘરમાં માત્ર માતા છે અને હવે આમિર પણ અમારી સાથે રહે છે. માતાએ પણ આમિર સાથે લગ્ન કરવાની ના પાડી ન હતી. તે કહે છે કે આમિર સાથે લગ્ન કર્યા બાદ હવે અમારે ભેંસોની દેખભાળ માટે ત્રણ લોકોને રાખવા પડ્યા છે. આમિરને પણ મુસ્કાનને ખુબ જ પ્રેમ કરે છે. યુટ્યુબરને ઈન્ટરવ્યુ આપતી વખતે તે મુસ્કાન માટે ગીત ગાય છે.. ‘તેરે ઈશ્ક મેં પાગલ હો ગયા, દિવાના તેરે રે…’ નોકર પ્રત્યેના તેના પ્રેમના સવાલ પર મુસ્કાન કહે છે કે પ્રેમમાં નાના મોટા, અમીર ગરીબ નથી જોવામાં આવતું.

Niraj Patel