લેખકની કલમે

તારા મહોલ્લામાં ક્યારેય પાછી નહીં આવું, વાંચો અનોખી વાર્તા

“હું જઉં છું નિલેશ, હંમેશા હંમેશા માટે.” કહેતા અફસાના ત્રણ પગથિયાં ઉતરી આંગણાને ઓળંગી અને આંખોમાંથી વહેતા આંસુને લૂંછવા લાગી.

“બેટાએ ગુસ્સામાં છે, આવી રીતે એને છોડીને ના જા.” નિલેશની મા અફસાનાને રોકવા દોડી.

“ના આન્ટી, હવે નહીં. હંમેશાએ ગુસ્સામાં હોય, હંમેશા એને ગલતફેમી થાય, હંમેશા એને જ ગુસ્સો આવે તો હું પણ માનવી જ છું કોઈક વખત મને પણ ગુસ્સો આવી શકે છે.” અફસાનાની આંખો ફરી ભરાઈ આવી. “હું મુસ્લિમ છું પણ મારા પરિવારે ક્યારેય એ વાતનો વિરોધ નથી કર્યો કે નિલેશ હિંદુ છે તો હું તેને સાથે જીવન નહીં વિતાવી શકું. અને સદભાગ્યે તમે લોકો એ પણ હસતા હસતા આ પ્રેમને સ્વીકાર્યો. કારણકે આપણે બધા સમજીએ છીએ કે પ્રેમ અને માનવતા સામે જાતિનો કોઈ મોલ નથી.”“પણ દેશભક્તિ બધાથી મોખરે.” નિલેશ દૂર ઉભા ઉભા ઊંચા અવાજે બોલ્યો. “અફસાના તારે મારી સાથે જીવન વિતાવવું છે તો તારે મુસ્લિમમાંથી હિન્દૂ થવું પડશે.”

“દરેક મુસ્લિમ આંતકવાદી નથી હોતા નિલેશ. આ વાત મેં તને હજાર વખત સમજાવવાની કોશિશ કરી છે.” અફસાના એ અવાજ ઊંચો કર્યો.

“પણ દરેક આંતકવાદી મુસ્લિમ જરૂર હોય છે અફસાના.” નિલેશ કડકાઈથી બોલ્યો.” હું એમ નથી ઇચ્છતો કે તારી જાતિને કારણે આગળ જતાં લોકો તારા પર દોષારોપણ કરી જાય કે તને શકભરી નજરે જુએ.”

“જ્યાં સુધી આપણે આપણી મેન્ટાલીટી નહીં બદલીએ ને ત્યાં સુધી બીજા લોકો વિસે વાત ન કરીએ તો જ સારું છે . હું મુસ્લિમ છું પણ હું કોઈ ટેરિરિસ્ટ નથી, હું આંતકવાદી નથી, હું સૌથી પહેલા ભારતીય છું અને પછી મુસ્લિમ. મને આ દેશ પ્રેત્યે એટલો જ પ્રેમ છે જેટલો તને છે. જ્યારે જ્યારે આતંકી હુમલાઓ થયા છે ત્યારે ત્યારે મારુ પણ લોહી ઉકળ્યું છે. હાલમાં પુલવામા જે હુમલો થયો ત્યારે મને પણ એટલો જ ગુસ્સો આવ્યો હતો જેટલો તને આવ્યો હતો. આતંકીઓને મારા હાથે ગોળી મારવાની ઈચ્છા મને હજુ પણ થાય છે. શહીદોને સલામી હું પણ આપું છું. એમના પરિવાર પ્રત્યે મને પણ હમદર્દી છે. અને આજે પણ હું એ રાહમાં છું કે ક્યારે આપણે બદલો લઈશું…. પણ હંમેશા જાતીવાદના નામ પર મુસ્લિમ લોકો પાસે દેશભક્તિની સફાઈ કેમ માંગવામાં આવે છે. અમુક ભદ્દા લોકોને કારણે આખી જાતિના લોકોને કેમ ગુનેગાર માની લો છો? દરેક વાત પર શંકા કરવી, સોશ્યલ મીડિયા પર મઝાક બનાવવો આવી નાની નાની બાબતો અમને દુઃખ પહોંચાડે છે કારણકે અમે મુસ્લિમ છીએ પણ આંતકવાદી નહીં.” અફસાના એક શ્વાસે બધું બોલી ગઈ.થોડી ક્ષણની ચુપ્પી છવાઈ ગઈ. પણ એ ચુપ્પીને તોડતા નિલેશે બસ એક જ વાત કહી, “હું દેશભક્તિ નિભાવીશ, હું કોઈ મુસ્લિમ છોકરી સાથે લગ્ન નહીં કરું. આગળ નિર્ણય તારા પર છોડું છું.”

“તો મારો નિર્ણય સાંભળી જ લે તું, જો મારી દેશભક્તિની સાબિતી માટે તું આ વાત કહે છે તો હું આ માનવા તૈયાર નથી.” અફસાનાએ વાક્ય હજુ પૂરું કર્યું ના કર્યું ત્યાં નિલેશ તેના બંને હાથ જોડી ચહેરો આડો કરી અને બોલ્યો, “તો આવજો.”

“ક્યારેય નહીં…. જ્યાં સુધી મારી અંદર દેશભક્તિ અને ખુમારી જીવતી રહેશે ત્યાં સુધી તારા મહોલ્લામાં ક્યારેય પાછી નહીં આવું.” કહેતા અફસાના ત્યાંથી ચાલતી થઈ પડી.

****

વિવિધતામાં એકતાવાળો આપણો આ દેશ હાલ જાતિવાદ જેવા નાટકનો શિકાર બનવા લાગ્યો છે. આ નાટકના પ્રસ્તુતકર્તા આપણા જ દેશના અમુક હોશિયાર ભાઈ બહેનો અને થોડા નેતાઓ છે. એમના ભાષણ અને વાતો સાંભળી સામાન્ય લોકોના જીવન ઘણા બદલાવ આવે છે. લોકો દેશભક્તિને માપવા જાતિનો ઉપયોગ કરવા લાગ્યા છે જે ખોટું છે.

લેખક: મેઘા ગોકાણી

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks