ખબર દિલધડક સ્ટોરી નારી વિશે

ગુરુ-વિદ્યાર્થી અફેર: 21 મી સદીની ભારતની ‘સૌથી બોલ્ડ’ પ્રેમ કહાનીનો અંત કેમ આવો ખતરનાક થયો?

ગુરુજીને પોતાનાથી 30 વર્ષ નાની સુંદર વિદ્યાર્થીની પ્રત્યે પ્રેમ પાંગર્યો, પ્રેમિકા માટે પત્નીને તરછોડીને પછી…

વર્ષ 2006માં એક એવી લવસ્ટોરી સામે આવી હતી કે જેની ચર્ચા આખા દેશના દરેક ઘરોમાં ખૂબ જ થઇ હતી. આ લવસ્ટોરી હતી પહેલેથી જ પરિણીત અને ખાંસી ઉંમર ધરાવતા વ્યક્તિ મટુકનાથ અને તેમનાથી ઉંમરમાં ઘણી નાની જુલીની. જુલીએ મટુકનાથને પ્રપોઝ કર્યું હતું. આ લવસ્ટોરીની ખૂબ જ ચર્ચાઓ થઇ હતી, તેમની ઘણી તસ્વીરો પણ અખબારોમાં છપાઈ હતી.

પણ હવે આ લવસ્ટોરીમાં ઓચિંતો જ એક વળાંક આવ્યો છે. 14 વર્ષ બાદ એક નવી જ વાત સામે આવી છે. પ્રેમનું જ્ઞાન અને આપતા પ્રોફેસર મટુકનાથ પર હવે તેમની પ્રેમિકા જુલી માટે એક ખૂબ જ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. લવગુરુ મટુકનાથ પર જુલીની પ્રતાડનાનો આરોપ લાગ્યો છે.

Image Source

પટનાની આ બહુચર્ચિત પ્રોફેસર મટુકનાથ અને તેમની શિષ્યા જુલીની લવસ્ટોરીમાં એક મોટો ટ્વીસ્ટ આવ્યો છે. જુલીની મિત્ર અને ગાયિકા દેવીએ દાવો કર્યો છે કે જુલી કેરેબિયન દેશ ત્રિનિદાદમાં છે અને બીમાર છે. તેને એમ પણ કહ્યું છે કે લવગુરુ મટુકનાથ જુલીની મદદ કરવાથી ઇન્કાર કરી રહ્યાં છે. ત્યારે હવે જુલીની મદદ માટે દેવીએ કેન્દ્ર અને બિહાર સરકારને જુલીને ભારત લાવીને સારવાર કરાવવાની મદદ માંગી છે.

ક્યારેક ઉંમરનો ફરક ભુલાવીને, સમાજ અને દુનિયા સામે બળવો પોકારીને જુલીએ મટુકનાથનો હાથ પકડ્યો હતો, પછી એને છોડીને આધ્યાત્મ તરફ વળી ગઈ અને હવે મળેલી જાણકારી મુજબ તે જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

જુલીની મિત્ર દેવીના જણાવ્યા અનુસાર, તેને એક દિવસ એક પરિચિતનો મેસેજ આવ્યો જેનાથી જાણવા મળ્યું કે જુલી અત્યારે વેસ્ટઇંડીઝના ત્રિનિદાદમાં જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. એ કેટલાય મહિનાઓથી માનસિક રૂપથી બીમાર છે. જયારે દેવીએ જુલીનો સંપર્ક સાધ્યો તો જુલીએ પોતાની તસ્વીર મોકલીને પોતાની હાલત જણાવી અને ભારત લાવીને તેની સારવાર કરવા માટે મદદ માંગી.

Image Source

એકબાજુ જુલી જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તો બીજી બાજુ આજે પણ મટુકનાથ બિંદાસ જીવન જીવી રહ્યા છે અને પ્રેમનો ખોટો રાગ આલાપી રહયા છે. આ વાત દેવીએ કહી છે. દેવીએ જુલી વિશે જાણકારી મળતા જ મટુકનાથનો સંપર્ક કર્યો, પણ મટુકનાથે જુલીને ભારત લાવવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યું કે તેમની પાસે એટલા પૈસા નથી.

આટલું જ નહીં પણ દેવીએ જુલીના ભાઈને પણ ફોન કર્યા હતા, પણ તેને પણ મદદ કરવાથી એમ કહીને ઇન્કાર કરી દીધો કે હવે સંબંધ તૂટી ચુક્યો છે. તે પછી દેવીએ પણ નક્કી કરી દીધું છે કે તે કોઈ પણ પ્રકારે જુલીને ભારત લાવીને જ રહેશે અને તેની સારવાર કરાવીને જ જંપશે. હવે દેવીએ સીએમ નીતીશને જુલીની મદદ માટે પત્ર લખ્યો છે, અને વિદેશ મંત્રાલયને પણ વિનંતી કરી છે.

દેવીએ મટુકનાથના પ્રેમને જૂઠો અને ઢોંગી ગણાવીને કહ્યું કે જે છોકરીએ આ પ્રેમ માટે બધું જ ત્યાગી દીધું આજે આ હાલતમાં મટુકનાથે સાથ છોડી દીધો છે.

Image Source

દેવી અનુસાર, જુલી હવે વધારે વાત કરવાને લાયક પણ નથી અને જુલીના સમાચાર વેસ્ટ ઇન્ડીઝના સાધુ દ્વારા જાણવા મળ્યા. તેની તસ્વીરો જોઈને અંદાજો પણ ન લગાવી શકાય કે આ એ જ જુલી છે જે ક્યારેક જોઈ હતી, હવે જુલી મરવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે.

જુલી ક્યાં છે? જ્યારે લવગુરુ મટુકનાથને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે જુલી ક્યાં છે તે મને જ ખબર છે. તે સાચું છે કે જુલી બીમાર હતી, પરંતુ હવે તે બરાબર છે. મેં તેની સાથે વાત કરી છે અને તે હવે ભારત આવવા માંગે છે, તે જલ્દી આવશે. મટુકનાથે દેવી પર આરોપ લગાવ્યો કે તેઓ જુલીના ફોટોગ્રાફ્સ અને સીએમને પત્ર લખીને મીડિયામાં ફોકસ મેળવવા ઈચ્છે છે. એ સક્ષમ છે, જો તે ઇચ્છે તો જુલીને ભારત લાવીને તેની સારવાર કરાવી શકે છે. આવા પત્રો લખવાની શું જરૂર છે?

Image Source

આખો મામલો સામે આવતા, જયારે મટુકનાથને આ અંગે પૂછવામાં આવ્યું તો તેનો જવાબ આવ્યો કે તે 2004થી જુલી સાથે પ્રેમમાં હતો અને 2006માં આ પ્રેમ જગજાહેર થયો. તે એક તરફ જુલી પ્રત્યે અપાર પ્રેમનો દાવો પણ કરી રહ્યો હતો અને પોતાની જાતને ભોગી હોવાનો દાવો કરતી વખતે તે પણ ઈચ્છતો હતો કે તે જીવનમાં જુલી સિવાય કોઈ બીજી પ્રેમિકા આવે તો એને પણ સ્વીકારી લેશે.

મટુકનાથ-જુલીની લવ સ્ટોરી 2006માં બહાર આવી હતી જ્યારે મટુકનાથ પટના યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા અને જુલી તેમની શિષ્ય હતી, જે તેમનાથી અડધી ઉંમરની હતી. જુલી અને મટુકનાથની પ્રેમલીલા એટલી ચર્ચામાં આવી હતી કે કુટુંબથી માંડીને સમાજમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

મટુકનાથ શિષ્ય પ્રત્યેના પ્રેમથી પોતાનો વસાવેલો પરિવાર છોડી ગયા. તો બીજી તરફ જુલીના પરિવારે પણ જુલી સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તેઓ મટુકનાથના મોઢા પર કાળી સહી પણ લગાવી ગયા હતા. અને યુનિવર્સિટીએ તેમને સસ્પેન્ડ પણ કરી નાખ્યા હતા.

Image Source

છેલ્લા પાંચ વર્ષથી મટુકનાથ અને જુલી જુદા-જુદા રહી રહયા હતા. મટુકનાથે પોતાનું અધ્યાપન કાર્ય ચાલુ રાખ્યું તો જુલીએ આધ્યાત્મનો રસ્તો પકડ્યો. મટુકનાથે જુલીના ગયા બાદ આજે પણ તેમના ઘરમાં જુલીની તસ્વીરો લગાવીને રાખી છે. તેમનું કહેવું છે કે તેઓ આજે પણ જુલીને ખૂબ જ પ્રેમ કરે છે.