દિલધડક સ્ટોરી

7 સમુન્દર પાર મોહબ્બત: દેશી છોકરાના પ્રેમમાં પાગલ બની અમેરિકી ગર્લ, વિદેશી આવીને ગામડામાં નવડાવી રહી છે ભેંસ

આ સુંદર ગોરી છોકરી ભારતીય દેશી છોકરાના પડી પ્રેમમાં, અહીંયા આવીને નવડાવે છે ભેંસને- જુઓ તસ્વીરો

આપણે સૌ જાણીએ છીએ કે, પ્રેમમાં પાગલ માણસ કોઈ સુધી જઈ શકે છે. આવી જ કંઈક લવસ્ટોરી હરિયાણામાં સામે આવી છે. જે કોરોના કહેર વચ્ચે સોશિયલ મીડિયાપર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં એક વિદેશી યુવતીનો હરિયાણાના યુવક પર દિલ દઈ બેઠી છે. આવો જાણીએ આ લવ સ્ટોરી વિષે.

Image Source

કહાની છે હરિયાણાના સોનીપતમાં રહેનારા અમિત સરોહા ને અમેરિકામાં ફ્લોરિડામાં રહેનારી એશ્લીન એલિઝાબેથની વર્ષ 2018માં ફેસબુક બુક પર અમિત અને એશ્લીનની મિત્રતા થઇ હતી.
આ બાદ બંનેએ આખી જિંદગી સાથે રહેવાનું નક્કી કર્યું અને જલદીથી લગ્ન કરવાનું વિચાર્યું. બાદમાં આ વર્ષે માર્ચ મહિનામાં એશ્લીન સાત સમુદ્રોને પાર કરીને સીધી હરિયાણા પહોંચી ગઈ હતી.

Image source

સોનીપત જિલ્લાના બાલી કુતુબપુર ગામના રહેવાસી, અમિતે તેના માતાપિતા પાસેથી એશ્લિન સાથે લગ્ન કરવાની પરવાનગી માંગી હતી. તેમના બંને પરિવારની સંમતિ પછી સગાઈ કરી દેવામાં આવી હતી. આ લોકડાઉનને કારણે લગ્ન અટકી ગયા છે. અમિત અને એશ્લીન લોકડાઉન ખોલવાની રાહ જોઈ રહ્યા છે જેથી તે કોર્ટ મેરેજ કરી શકે.

Image source

એશ્લિનને હરિયાણવી સંસ્કૃતિ પણ ખૂબ પસંદ છે. લોકડાઉનને કારણે તે આ દિવસોમાં અમિતના ગામમાં રોકાઈ રહી છે. એશ્લિન ગામમાં ભેંસને નવડાવવાથી લઈને ઘરના તમામ કામ કરી રહી છે. તે કહે છે કે મારે ભારતના તમામ કામો પણ શીખવા છે. મને ભારતની સંસ્કૃતિ ખૂબ ગમે છે. મીડિયા સાથે વાત કરતા અશ્લિનએ કહ્યું – હું પહેલીવાર ભારત આવી છું. અહીંના લોકો ખૂબ સરસ છે. હું ખૂબ ખુશ છું અને લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહ્યો છું, ત્યારબાદ હું અમિત સાથે લગ્ન કરીશ. જણાવી દઈએ કે, અમિતે હરિયાણાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન મીડિયા ટેક્નોલોજીમાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.

એશ્લિન ભારતના લોકોને જળસંગ્રહ માટે જાગૃત કરવા માટે શોર્ટ મૂવી બનાવી રહી છે. અમિતના ગામમાં રોકાણ દરમિયાન, જ્યારે તેણે જોયું કે અહીંના લોકો બિનજરૂરી રીતે પાણીનો બગાડ કરી  રહ્યા છે ત્યારે તેઓ તેમને પાણીનું મહત્વ કહેવા માટે આ ફિલ્મ બનાવી રહ્યા છે. આખા સોનીપત જિલ્લામાં અમિત અને એશ્લિનના પ્રેમની ચર્ચા થઈ રહી છે. આટલું જ નહીં, એશ્લિન પણ ગ્રામજનો સાથે હિન્દી શીખી રહી છે.