બહેનના આ કામથી નારાજ થઇ ભાઈઓએ બજાર વચ્ચે બહેનની કરી નાખી હત્યા, 5 મિનિટ સુધી તડપતી રહી હતી પણ કોઇએ તેની મદદ ન કરી

છડેચોક સગા ભાઈએ જ બહેનને કાપી નાખી, 5 મિનિટમાં જ આખો ખેલ થયો ખતમ, શોભાના ગાંઠિયા બની જોતા રહ્યા લોકો, હૃદય કંપાવી દેનારી ઘટના

દેશભરમાં આપઘાત અને હત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઘણીવાર અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધોના કારણે કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, આપણા દેશમાં આજે પણ ઘણા પરિવારોમાં પ્રેમ લગ્ન સ્વીકારવામાં નથી આવતા અને જેના કારણે પણ પણ હત્યા કરી દેવાના મામલા સામે આવતા હોય છે.

હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં બહેનના પ્રેમ લગ્નથી નારાજ ભાઈઓએ બહેનને ભર બજારમાં ધારદાર હથિયારથી કાપી નાખી હતી. આ મામલો સામે આવ્યો છે પંજાબના તરનતારનમાંથી. તરનતારનના કસ્બા પટ્ટીના વોર્ડ નં-7માં પ્રેમ લગ્ન કરનાર યુવતીની તેના ભાઈઓએ કાપીને હત્યા કરી નાખી હતી.

ત્રણ મહિના પહેલા યુવતીએ સ્થાનિક કોર્ટમાં તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. યુવતીનો પરિવાર આ લગ્નથી નાખુશ હતો. આ આક્રોશમાં યુવતીના સંબંધીઓ અને પિતરાઈ ભાઈએ અઢી મિનિટમાં તેણીને ધારદાર હથિયારથી કાપી નાખી હતી. છોકરી રસ્તાની વચ્ચે પાંચ મિનિટ સુધી પીડાતી રહી અને તે પછી તેનું મોત થયું. પોલીસ સ્ટેશને મૃતક સ્નેહાના સગા ભાઈ રોહિત અને પિતરાઈ ભાઈ અમર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ ગુનેગારો ફરાર છે.

મળતી માહિતી મુજબ સ્નેહાનું રાજન જોશન સાથે અફેર હતું. યુવતીનો પરિવાર બંનેના પ્રેમથી ખુશ નહોતો. આમ છતાં બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. ત્રણ મહિના પહેલા સ્નેહાએ તેના પરિવારના સભ્યોથી છુપાઈને સ્થાનિક કોર્ટમાં રાજન સાથે લગ્ન કર્યા હતા. આ કારણે સ્નેહાના ભાઈ અને માતાએ બંને સામે નારાજગી રાખવાનું શરૂ કર્યું હતું.

શુક્રવારે રાત્રે સ્નેહા ઘરની બહાર બજાર તરફ કેટલીક વસ્તુઓ લેવા માટે નીકળી હતી. સ્નેહાના ભાઈઓ, જેઓ પહેલેથી જ ઘાટ લગાવીને બેઠા હતા, તેમણે રસ્તામાં તેને ઘેરી લીધી. પહેલા તેણે સ્નેહાને થપ્પડ મારી. ત્યાર બાદ તેને ધારદાર હથિયારથી કાપી નાખી. આખી ઘટના અઢી મિનિટમાં બની હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પાંચ મિનિટ સુધી સ્નેહા વચ્ચેના રસ્તા પર તડપી રહી હતી, કોઈએ તેની મદદ કરી ન હતી. હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ સ્નેહાનું મોત નીપજ્યું હતું.

માહિતી મળતા જ સંબંધિત પોલીસ સ્ટેશન અને સંબંધિત ડીએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લાશને પોતાના કબજામાં લીધી હતી. સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર સ્પેશિયલ બોર્ડ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. મૃત્યુનું સાચું કારણ શું હતું તે પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ થશે.

Niraj Patel