જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક લવ રાશિફળ (27 એપ્રિલથી 3 મે): પ્રેમના મામલે આ 3 રાશિઓ માટે ખાસ છે મહિનાનું છેલ્લું અઠવાડિયું

પરિસ્થિતિઓ કેવી પણ હોય પણ જો પ્રેમ સાચો હોય તો એની અનુભૂતિ ક્યારેય ખતમ નથી થતી. એવું પણ કહેવામાં આવે છે કે પ્રેમની પહેલી શરત એ છે કે જેને પ્રેમ કરો, એને મળતા રહેવું જરૂરી નથી. માત્ર એકબીજાને સમજવું જ જરૂરી હોય છે. એપ્રિલના આ છેલ્લા અઠવાડિયામાં ગ્રહોની બદલતી સ્થિતિ ત્રણ રાશિની લવલાઈફ માટે ખાસ બની રહેશે.

મેષ રાશિ –
અઠવાડિયાની શરૂઆતમાં લવલાઇફમાં બદલાવ આવશે, જે તમારા માટે સુખદ હશે. આપસમાં સમજદારી વધશે. બની શકે કે તમે પહેલા નાના-મોટા ઝઘડા કરતા હોવ પણ એકબીજાને એમની સ્પેસ આપશે. અને એકબીજાની વાત પણ સાંભળશો.

વૃષભ રાશિ –
આ અઠવાડિયે પ્રેમ સંબંધોમાં રોમાંસ વધશે. અઠવાડિયાના અંતમાં શુભ સંયોગ બનશે. અઠવાડિયાની શરૂઆતમાં જ લવલાઇફમાં સકારાત્મક સમાચાર મળશે. પ્રેમ સંબંધ ગાઢ બનશે. સંબંધમાં સુખ અને શાંતિ મળશે.

મિથુન રાશિ –

પોતાની લવલાઇફમાં વધુ પઝેસિવ હોવાના કારણે માનસિક ત્રાસ તમને જ થશે, થોડી અભિવ્યક્તિની આઝાદી પોતાના સાથીને પણ આપવાની કોશિશ કરો. અઠવાડિયાના અંતમાં કહીશ આવશે પણ તમને વધારે શાંતિની આશા રહેશે.

કર્ક રાશિ –

અઠવાડિયાની શરૂઆતમાં પોતાની લવલાઈફને લઈને મનમાં શંકા આવશે. કોઈ વાતને લઈને દિલ ઉદાસ થઇ શકે છે. જો કે આ સમય પણ ક્ષણિક જ છે, સપ્તાહના અંત સુધીમાં આપસમાં પ્રેમ વધશે અને લવલાઇફમાં શુભ સંયોગ બનશે.

સિંહ રાશિ –

આ અઠવાડિયે પ્રેમ સંબંધમાં સ્થિરતા આવવાની સ્થિતિ બની શકે છે. પોતાના સાથી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ આ સમયે પુરા નહિ થાય. લોકડાઉનની તમારી લવલાઈફ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. અઠવાડિયાના અંતમાં ખુશીઓ પછી આવશે.

કન્યા રાશિ –

અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે અને આ મામલે તમને કોઈ માતૃતુલ્ય મહિલાનો આશીર્વાદ પણ મળી શકે છે. અઠવાડિયાના અંતમાં એકલાપણુ લાગશે અને કોઈ વાતને લઈને મન વ્યથિત રહેશે. સારી વાત એ થશે કે આ અઠવાડિયે તમે જેને પ્રેમ કરો છો એને પોતાના દિલની વાત કહી દેશો.

તુલા રાશિ –

આ અઠવાડિયે લવલાઈફ થોડી ઉપર-નીચે રહેશે. પણ ધીરે-ધીરે સ્થિતિ તમારા હકમાં પણ બની શકે છે. ધ્યાન રાખો કે સંબંધોમાં વાદ-વિવાદથી બચવું. દરેક સંબંધ દિલની નજીક નથી હોતો તો જે સંબંધ પોતાના છે તેને સાચવવા માટે ઘણીવાર જાતે પણ પ્રયાસો કરવા પડે છે.

વૃશ્ચિક રાશિ –

અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારી લવ લાઈફને લઇને ચિંતિત થઈ શકો છો અને તમારું મન અસ્વસ્થ થઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે તમારા સાથી તમારી ઈચ્છા મુજબ બદલાવ ન લાવી શકે. અઠવાડિયાના અંતમાં સમય રોમેન્ટિક બની જશે અને તમે શાંતિ અનુભવશો.

ધન રાશિ –

પ્રેમ સંબંધો રોમેન્ટિક રહેશે અને જીવનમાં ખુશીઓ આવશે. આ અઠવાડિયું લવલાઇફમાં પ્રેમ લાવશે અને તમને માનસિક શાંતિ મળશે. અઠવાડિયાના અંતે, કોઈ સ્ત્રી મિત્ર તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવવા માટે આગળ વધીને પણ તમારી મદદ કરી શકે છે.

મકર રાશિ –

પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે હળવા અને શાંત સમય વિતાવવાનું મન બનાવશો. અઠવાડિયાના અંતમાં એક નવો અભિગમ તમારી લવ લાઇફમાં ઘણાં પરિવર્તન લાવી શકે છે.

કુંભ રાશિ –

પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે અને આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં ઘણા સકારાત્મક પરિવર્તન લાવશે. કોલ પર વાત કરવાથી તમારું મન પણ શાંત થશે અને તમે તમારા પ્રેમ સંબંધોને લગ્ન જીવનમાં બદલવાનું પણ વિચારી શકો છો. અઠવાડિયાના અંતમાં તમારા દ્વારા સતત પ્રયત્નો કરવાથી તમારી લવ લાઇફમાં ખુશી મળશે.

મીન રાશિ –

પ્રેમ સંબંધોમાં શાંતિ અને પરસ્પર પ્રેમ વધશે. આ અઠવાડિયે તમારા જીવનસાથી દ્વારા ઘણું એટેંશન પણ મળશે. અઠવાડિયાના અંતે પણ એકબીજાના સંબંધમાં પરસ્પર પ્રેમ અને સુમેળ વધશે અને સુખ-શાંતિ વધશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.