છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી લવ જેહાદના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયન અંગેનો કાયદો પણ બનાવ્યો છે અને આ બાદ હવે વડોદરામાંથી પ્રથમ ફરિયાદ આ બાબતે નોંધાઇ છે. જો કે, આરોપીઓનો જેલમાંથી છુટકારો યુવતિના સોગંધનામાના આધારે થયો હતો. યુવતિના પિતાને મારમારી જાતિ વિરૂદ્ધ શબ્દોનું ઉચ્ચારણ યુવકે કરતા વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદમાં યુવતિના પિતાએ દીકરી પર અમાનુષી ત્રાસ ગુજારતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ગોત્રી પોલિસે આ ફરિયાદને આધારે આરોપી વિરૂદ્ધ મારામારી અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે અને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટનાની વિગત તપાસીએ તો, વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા વિજય રોહિત કે જેઓ 53 વર્ષના છે તેમણે ફરિયાદ દાખલ કરાવી છે જેમાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેમની દીકરીને સમીર અબ્દુલ કુરેશીએ મુસ્લિમ હોવા છત્તાં ખિસ્ત્રી હોવાનું જણાવ્યુ હતુ અને સેમ માર્ટિન તરીકેની ઓળખ આપી હતી. તે બાદ તેની સાથે મિત્રતા કરી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો અને ધર્માંતરણ કરાવી લગ્ન કરી લીધા હતા.જે બાદની તેમને જાણ થતા તેમણે જૂન મહિનામાં ગોત્રી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

આ ઘટના બાદ સમીરના સગાસંબંધી તેમની દીકરીને ફોસલાવીને હાલોલ લઇ ગયા હતા અને તેની પાસે ખોટુ સોગંધનામુ કરાવ્યુ હતુ અને સહી કરાવી હતી, જે બાદ તે જેલમાંથી છૂટ્યો હતો અને જેલમાંથઈ છૂટ્યા બાદ તેણે તેમની દીકરીને માર માર્યો અને કહ્યુ કે મારા વિરૂદ્ધ ફરિયાદ કેમ કરી. આ બધાથી કંટાળી તેમની દીકરી પાછી આવી ગઇ અને તે બાદ તેને લેવા આપ્યો ત્યારે યુવતિના પિતાએ તેને ઠપકો આપ્યો તો તેણે યુવતિના પિતા સાથે મારમારી કરી અને જાતિ વિરૂદ્ધ શબ્દોનું ઉચ્ચારણ કર્યુ અને યુવતિને ઉઠાવીને જતો રહ્યો હતો.
21 જાન્યુઆરીના રોજ સમીરના ત્રાસથી દીકરી પિયર આવી ગઇ હતી. તેણે મારામારી કરતા પાડોશીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને માંડ માંડ છૂટકારો થયો હતો. તે બાદ યુવતિએ તેના પિતાને ફોન કરી જણાવ્યુ હતુ કે સમીર વિરૂદ્ધ ફરિયાદ જો તે કરશે તો તે મરી જશે અને આ કારણે ફરિયાદ થવામાં વિલંબ થયો. જણાવી દઇએ કે, ગુજરાત સરકારે લવ જેહાદ અંગે કાયદો લાવ્યો તે બાદ વડોદરાનો આ પ્રથમ કેસ છે. યુવકે યુવતિને ફસાવી અને તેની તસવીરો વાયરલ કરવાની ધમકી આપી અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો, જે બાદ તેની સાથે લગ્ન કર્યા તેમજ તેને હિંદુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અપનાવવાની ફરજ પાડી હતી.