મોડલે લગાવ્યો લવ જેહાદનો આરોપ : કહ્યુ- તનવીર ખાને યશ બનીને કરી મિત્રતા અને હવે ઇસ્લામ કબૂલ કરવા બનાવી રહ્યો છે દબાણ

આ ખુબસુરત ફેમસ મોડલ સાથે થઇ રહ્યો હતો ‘ધ કેરલ સ્ટોરી’ વાળો સીન, લગ્ન-ધર્મ પરિવર્તનનું બનાવ્યુ દબાણ, જુઓ તસવીરો

Jharkhand Love Jihad Case: ઝારખંડની રાજધાની રાંચીમાંથી ‘લવ જેહાદ’નો મામલો સામે આવ્યો છે. અહીં એક મોડેલિંગ એજન્સી ચલાવતા તનવીર અખ્તર પર એક મોડલે ગંભીર આરોપ લગાવ્યા છે. મોડલનું કહેવું છે કે તેના પર ધર્મ બદલીને લગ્ન કરવાનું દબાણ બનાવવામાં આવી રહ્યુ છે. મહિલાનું કહેવું છે કે જ્યારે હું મોડલિંગ એજન્સીમાં જોડાઈ હતી ત્યારે તનવીરે પોતાનું નામ યશ જણાવ્યું હતું, પરંતુ બાદમાં ખબર પડી કે તેનું નામ તનવીર અખ્તર છે.

મોડલનું કહેવું છે કે તેણે આ અંગે મુંબઈ વર્સોવામાં તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. જો કે, મોડલિંગ એજન્સી ચલાવતા તનવીરનું કહેવું કંઈક બીજું છે. મોડલે વધુમાં કહ્યું કે તે મારા પર લગ્ન કરવા અને ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યો હતો. આ બધું વર્ષ 2020માં શરૂ થયું જ્યારે હું તેની મોડેલિંગ એજન્સીમાં જોડાઇ. પહેલા તેણે મને કહ્યું કે તેનું નામ યશ છે પરંતુ 4 મહિના પછી મને ખબર પડી કે તેનું અસલી નામ કંઈક બીજું છે.

મોડલે વધુમાં કહ્યું કે તે મારા પરિવારના સભ્યોને મારી તસવીરો મોકલે છે અને મને બ્લેકમેઇલ પણ કરે છે. યુવતીનું કહેવું છે કે કામ દરમિયાન પણ તે લોકોને મને તેની પત્ની ગણાવતો અને મને દૂર રહેવા માટે કહેતો. મૂળ બિહારની આ મોડલ કહે છે કે હું હોળી દરમિયાન મારા ઘરે ગઈ હતી અને પછી તેણે મને જબરદસ્તી રાંચી બોલાવી અને હું ત્યાંથી નીકળી ગઇ. મને પાછી બોલાવ્યા બાદ તેણે કોચિંગ સ્ટુડિયોમાં મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા.

એટલું જ નહીં, યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેણે મુંબઈમાં મારી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. મોડલનું કહેવું છે કે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ જોયા બાદ તેને સામે આવવાની હિંમત મળી. મોડલને લાગે છે કે આ એક ટ્રેપ છે, તેણે મારી નગ્ન તસવીરો મારા મિત્રો અને સંબંધીઓ વચ્ચે શેર કરી છે. આ પાછળનું કારણ જણાવતાં કથિત આરોપીએ કહ્યું કે તે મારી મોડલિંગ એજન્સીનો ડેટા ચોરવા માંગતી હતી.

જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મોડલના ડેટાનો સમાવેશ થાય છે. આ માટે તેણે તેના મિત્રો અને તેના બોયફ્રેન્ડની મદદ લીધી.બિહારની મોડલ માનવી રાજના આરોપો પર મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે તનવીર અખ્તર ખાન પર મોડલે બળાત્કારનો આરોપ લગાવ્યો છે અને આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

વર્સોવા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376(2)(N), 328, 506, 504, 323 અને IT એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે હાલ મામલો રાંચી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. રાંચીના એસએસપીએ કહ્યું, મોડલે મુંબઈના વર્સોવા વિસ્તારમાં FIR નોંધાવી હતી. FIR ગ્રાઉન્ડ ઝીરો પર દાખલ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસે તેને ટ્રાન્સફર કરી હતી. અહીં FIR દાખલ કરવામાં આવી છે. અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ. અમે સંપર્કમાં છીએ. પીડિત મહિલા સાથે છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છે.

Shah Jina