ખબર

અસલી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી હવસખોર યુવાને યુવતિને ફસાવી પ્રેમમાં, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કરી નાખ્યું ને છેલ્લે….

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલા સામે આવે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં તો લવ જેહાદનો મામલો પણ સામે આવતો હોય છે. ત્યારે હાલમાં જ વડોદરામાંથી એક આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઇન્સ્ટાગ્રામ પર એક કોલેજિયન યુવતિને પ્રેમની જાળમાં ફસાવી બીજા ધર્મના યુવરે દુષ્કર્મ આચર્યુ હતુ અને આ દરમિયાનના ફોટો ક્લિક કરી તે પીડિતાને વાયરલ કરી દેવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ ગુજારતો અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કરતો. ત્યારે આવો જ એક મામલો પાટણમાંથી પણ સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હિન્દુ નામ ધારણ કરીને પાટણની યુવતીને ફસાવી દુષ્કર્મ આચનારા હવસખોર યુવાન સામે પોલિસ ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ચાણસ્માના ગંગેટ ગામની 30 વર્ષીય યુવતી જ્યારે બે વર્ષ પહેલા તેના ભાઈ અને પરિવાર સાથે ઈકો ગાડીમાં પોલો ફોરેસ્ટ ગઇ હતી તેના થોડા દિવસ બાદ જે કારમાં તે ગઇ હતી તે ઇકો કારના ડ્રાઇવરે યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ શોધ્યુ અને તેને મેસેજ કરવાના શરૂ કર્યા.

યુવકે પોતાની ઓળખ પ્રિન્સ પટેલ તરીકે આપી અને તે પાટણનો રહેવાસી હોવાનું જણાવ્યું. યુવકે લગ્ન કરવાનું કહ્યા બાદ બે ત્રણ દિવસ પછી યુવતી તેના વિશ્વાસમાં આવી ગઇ અને લગ્ન માટે માની પણ ગઈ. યુવતી પાટણની હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને અવાર નવાર યુવક તેને મળવા હોસ્પિટલ જતો. આ ઉપરાંત તેણે યુવતિ સાથે પાટણ રેલવે સ્ટેશન પાસેના ગેસ્ટ હાઉસમાં જઈ શરીર સંબંધ પણ બાંધ્યા હતા. ત્યારે યુવકે યુવતિને કહ્યુ કે, તેને ધંધામાં રૂપિયાની જરૂરિયાત છે અને તેણે યુવતી પાસેથી દાગીના લઇ ગીરવે મૂક્યા.

જો કે, યુવતીના ભાઈના લગ્ન આવતાં અને ઘરમાંથી ઘરેણાં અને પૈસા ગાયબ હોવાથી યુવતિ ડરી ગઇ અને તે ઘર છોડી પાટણ ખાતે યુવક પાસે જતી રહી. જો કે, આ દરમિયાન તેને ખબર પડી કે આ પ્રિન્સ પટેલ નથી પણ અડિયાનો અહઝરૂદિન સલીમભાઈ સિપાઈ છે અને તે મુસ્લિમ છે. જેને લઇને યુવતીએ તાત્કાલિક પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પોતાની સાથે થયેલ ઘટના જણાવી અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.