વડોદરામાં લવ જેહાદ ! મોહમ્મદ હુસૈનએ એક સંતાનની માતા સાથે દુષ્કર્મ, ધર્મ પરિવર્તન માટે કર્યુ એવું કે…

સંસ્કારી નગરીમાં એક સંતાનની માતા લવ જેહાદમાં ફસાઈ, દરગાહનું પાણી પીવડાવીને ધર્મપરિવર્તન પણ કરાવ્યું- જાણો સમગ્ર મામલો

Vadodara Love Jihad : ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સા સામે આવે છે, દિન પ્રતિદિન આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એક લવજેહાદનો કિસ્સો હાલમાં સામે આવ્યો છે. વડોદરામાં મોહમ્મદ હુસૈન નામના એક યુવકે એક સંતાનની માતા સાથે દુષ્કર્મ આચર્યું અને તેણે દોરા ધાગા કરીને ફસાવી હોવાનો પરણીતાનો આરોપ છે.

આ મામલે પીડિત મહિલાએ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલિસે પણ ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી છે. પરણીતાએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે મોહમ્મદ હુસૈને તેને દરગાહનું પાણી પણ પીવડાવીને ધર્મપરિવર્તન પણ કરાવ્યું અને આરોપીએ મહિલા પાસેથી રોકડ અને દાગીના પણ પડાવ્યા.

પોલીસે ફરિયાદ દાખલ થયા બાદ આરોપી મોહમ્મદ હુસૈનની અટકાયત કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે આરોપી મોહમ્મદની તપાસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ શકે તેવી શક્યતા છે. તેણે અનેક મહિલાઓને ફસાવી હોવાની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતો હુસેન છેલ્લા એકાદ વર્ષથી પરણિતાને સંબંધ બાંધવા ડરાવી ધમકાવીને દબાણ કરતો અને જાતીય સતામણી પણ આપતો.

File pic

ત્યારે ગત 23 એપ્રિલના રોજ તે રાત્રે અઢી વાગ્યે મહિલાના ઘરમાં ઘૂસ્યો અને તેના પર દુષ્કર્મ આચર્યું. જે બાદ તેણે પરણિતાને ધમકી આપી કે, તું કોઇને આ બાબતે જાણ કરીશ તો હું શું કરી શકું છું, તને ખબર છે અને તને અને તારા છોકરાને પતાવી દઇશ. જે બાદ આરોપીએ 14 મેના રોજ મહિલાને બાઇક પર બેસાડી દરગાહ લઇ ગયો અને તેને વિશ્વાસમાં લઇ ગળાનું તાવીજ, ચાંદીની ઝાંઝરી અને પગના છળા ઉતારી લીધા.

Shah Jina