માં-બાપની મરજી વિરુદ્ધ ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડાએ તાપી નદીમાં છલાંગ લગાવી અને મોટરસાયકલ….

બિચારા માં-બાપની હવે જીવનભર કેવી હાલત થશે? આને સાચો પ્રેમ કહેવાય???? સમગ્ર ઘટના જાણીને પ્રેમ પ્રત્યે નફરત થઈ જશે

પ્રેમમાં ઘણા લોકો જીવ આપી પણ દેતા હોય છે તો ઘણીવાર કોઈનો જીવ લઇ પણ લેતા હોય છે, પ્રેમ થઇ જાય પછી પ્રેમી પંખીડાઓને દુનિયાની કોઈ ફિકર નથી હોતી અને એટલે જ પ્રેમને આંધળો કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં પણ પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કર્યાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે હાલમાં જ એક એવા પ્રેમી પંખીડાઓએ સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહિર ગામના પ્રેમી,પંખીડા સાતેક દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા, જે કુકરમુંડા ગામની સીમમાં તાપી નદીના કાવિઠા પુલની ઉપર મોટરસાયકલ મુકી, બન્ને પ્રેમી-પંખીડા નદીમાં કૂદી પડયા હતા. હજુ સુધી તેમનો કોઈ પત્તો પણ મળ્યો નથી.

આ બાતે તપાસ કરતા માલુમ પડ્યું કે આ બંને પ્રેમી પંખીડાઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકામાં આવેલ વાણીવિહિર ગામના ગુરુદત્ત ભાઈ રાજેસિંગભાઈ પાડવી ઉ.આ.વ 26 અને એ ગામની તેમની પ્રેમિકા તનશ્રીબેન ગોસ્વામી ઉ.આ.વ. 19 હોવાનું સામે આવ્યું છે. આ બંને પ્રેમી પંખીડાઓ 7 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. સમાજના ડરના કારણે તેમને નદીમાં ઝમ્પલાવ્યું હોવાનું વાણી વિહિર ગામના જીતેન્દ્રભાઇ દોલત ભાઈ પાડવીએ નિઝર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું.

Niraj Patel