ખબર

સુરતમાં લબરમૂછીયા પ્રેમીએ જાહેરમાં યુવતીનું જાહેરમાં ગળું કાપ્યું, બધા લોકો ચીસો પડતા હતા તો પણ…

સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ધોળે દિવસે એક અપછી એક હત્યાનો કિસ્સો સતત સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કામરેજના પાસોદરા નજીક એક યુવકે એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.

છેલ્લા ઘણા સમયથી એક યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલા યુવતીના મોટા પપ્પાએ યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને આજે યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો. સુરતના કામરેજ તાલુકાના પાસોદરા ગામ નજીક એક તરફી પ્રેમમાં અંધ બનેલા યુવકે પોતાની સાથે કૉલેજમાં અભ્યાસ કરતી યુવતીનું જાહેરમાં ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.

હદ તો ત્યારે થઈ, જ્યારે એ યુવતીને બચાવવા માટે તેના પરિવારના બે સભ્યો વચ્ચે પડ્યા, તો પ્રેમમાં પાગલ થયેલા આ યુવાને તેમને પણ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, યુવતીને રહેંસી નાંખ્યા બાદ યુવકે પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અત્યારે પોલીસે યુવકને ઝડપીને કામરેજની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના કાપોદ્વા વિસ્તારમાં રહેતા ફેનિલ નામનો યુવક કામરેજના પાસોદરા ખાતે રહેતી ગ્રીષ્મા નામની યુવતી સાથે એકતરફી પ્રેમમાં હતો. પણ ગ્રીષ્મા તેને પસંદ કરતી નહતી. ફેનિલ વારંવાર સુરતથી પોતાને મળવા આવતા છેલ્લે યુવતી ગ્રીષ્મા કંટાળી ગઈ હતી અને તેણે પોતાના કાકાને જાણ કરી હતી.

શનિવારે સાંજે પણ ફેનિલ ગ્રીષ્માને મળવા માટે પાસોદરા આવ્યો હતો, જ્યાં ગ્રીષ્માના કાકાએ તેને ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલા ફેનિલે ગ્રીષ્માના કાકા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમયે યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી હતી.

આ ઘટના સમયે યુવતીના ઘરની બહાર ઘણા બધા લોકો ભેગા થઇ ગયા હતા તો પણ યુવાને બધા વચ્ચે યુવતીના ગળાના ભાગે ચપ્પુ મૂક્યું હતુ. જેથી યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી ચલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાંખી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કામરેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, બંને જણા સ્કૂલના દિવસોથી એકબીજાને ઓળખતા હતા અને ફ્રેન્ડ્સ હતા.

આ હત્યા પાછળનું કારણ શું છે તેની તપાસ કરવાની બાકી છે. ગોયાણી અગાઉ થોડા સમય પહેલા પણ યુવતીના ઘરે ગયો હતો, ત્યારે પણ તેની તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુરૂવારે રાતે શહેરના રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કાપોદ્રા વિસ્તારનો રહેવાસી ગોયાણી શનિવારે સાંજે તેની મોટરસાઇકલ પર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેણે શરૂઆતમાં ગ્રીષ્મા સાથે તેના ઘરની બહાર વાતચીત કરી હતી અને પછી અચાનક જ તે ચાકુની અણીએ બંધક બનાવી હતી. ત્યારબાદ તેણે તેણીના પરિવારના સભ્યો સાથે દલીલ કરી હતી અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આખરે તેણીનું ગળું કાપી નાખ્યું.