એક ગર્લફ્રેન્ડ અને 2 દોસ્ત, એવો ખતરનાક ખેલ ખેલ્યો કે જોઈને લોકોના ટાંટિયા ધ્રુજવા લાગ્યા

ગર્લફ્રેન્ડનું મિત્ર સાથે અફેર યુવકના મગજ પર એટલું ચઢી ગયું કે તેણે તેના જ મિત્રની હત્યા કરી લાશને સળગાવી દીધી. યુવતિ પાસે પત્ર મળ્યા બાદ પોલીસ હત્યારા સુધી પહોંચી હતી. પોલીસે સોમવારે સાંજે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ છોકરીને પત્રમાં લખ્યું- મારી ખરાબ આદત છે કે હું હાથ-પગ તોડતો નથી, જ્યારે મોકો મળે ત્યારે જીવતો સળગાવી દઉં છું. મિત્રતામાં હું ગદ્દારને જરા પણ નથી છોડતો. જો તુ તેની પાસે જાય છો, તો તને નુકશાન થશે. વિશ્વાસ ન થતો હોય તો જોઈ લે.

આ મામલો રાજસ્થાનના અલવરના લિવારી ગામનો છે. આરટીઓમાં કામ કરનાર લિવારી નિવાસી સીતારામ યાદવ પાસે તેના સાળાનો 21 વર્ષિય છોકરો દીપક યાદવ ઘણા વર્ષોથી રહેતો હતો. તે કઠુમરના નાંગલરૂપનો રહેવાસી હતો. લિવારીએ 20 વર્ષના પરમજીતથી તેની મિત્રતા હતી. પોલિસ અને ગ્રામીણોએ જણાવ્યુ કે એક છોકરી સાથે અફેરને કારણે પરમજીતે 12 એપ્રિલે દીપક યાદવને ઘરે બોલાવ્યો હતો.

જે બાદ તેને માથાના ભાગે માર મારીને તેની હત્યા કરી નાખી હતી. મૃતદેહને ઘરની બહાર ડુંગર તરફ લઈ જઈ સળગાવવામાં આવ્યો હતો. દીપકની હત્યા 12 એપ્રિલે થઈ હતી. પરિવારને આ અંગે કોઈ જાણ નહોતી. પરિવારજનોએ સદર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. દીપકને શોધવા માટે ગુમ થયેલા પેમ્ફલેટ પણ છપાવવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે દીપકની કોલ ડિટેલ્સ કાઢી ત્યારે પરમજીત પર શંકા ગઈ.

પોલીસ કોલ ડિટેઈલના આધારે જ યુવતીને મળી હતી. જેના કારણે આરોપી પરમજીતે આપેલો પત્ર મળ્યો હતો. આ પત્રમાં દીપકનું નામ લખવામાં આવ્યું હતું. યુવતીએ જણાવ્યું કે આ પત્ર તેને પરમજીતે આપ્યો હતો. પત્રના આધારે પોલીસ સોમવારે આરોપી પરમજીત સુધી પહોંચી હતી. યુવકે હત્યાની કબૂલાત કરી છે. પોલીસને હજુ સુધી દીપકનો મૃતદેહ મળ્યો નથી. હવે પોલીસનું માનવું છે કે તેની હત્યા 20 દિવસ પહેલા કરવામાં આવી હતી.

લાશને સળગાવીને ફેંકી દેવામાં આવી હતી. આરોપીએ હત્યાની કબૂલાત કરી છે, પરંતુ લાશ મળ્યા બાદ સંપૂર્ણ ખુલાસો શક્ય બનશે. ગામના લોકોને શંકા છે કે લાશને સળગાવીને ગમે ત્યાં ફેંકી દેવામાં આવી છે. હવે 20 દિવસ પછી પણ અવશેષો મળવા મુશ્કેલ છે.

Shah Jina