બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘લવ આજ કાલ’ આખરે રિલીઝ થઈ ચુકી છે. 2009માં ‘લવ આજ કલ’ આવી હતી, જેમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં ઋષિ કપૂર વાર્તા સંભળાવતા હતા. એટલે કે બે સમય હતા ઇશ્ક અને મિજાજ. હવે 2020માં બીજી ‘લવ આજ કાલ’ આવી છે.

ઇમ્તિયાઝ અલીની નવી ‘લવ આજ કાલ’ પણ જૂની ફિલ્મ જેવી જ છે. આ ફિલ્મનું નામ જ જૂની ફિલ્મ જેવું નથી પણ ફિલ્મની વાર્તા પણ જૂની ફિલ્મ જેવી જ છે. જોવા જઈએ તો ઇમ્તિયાઝ અલી ટાઇટલથી વાર્તા સુધી પ્રેક્ષકોને કંઇપણ નવું આપવામાં અસફળ રહ્યાં છે.

લવ આજ કાલ એ વીર (કાર્તિક આર્યન) અને જોઇ (સારા અલી ખાન) ની વાર્તા છે જે ક્લબમાં મળે છે અને પછી એકબીજાને ડેટ કરવાનું શરૂ કરે છે. આ ફિલ્મની મોડર્ન સ્ટોરી છે, જેમાં ઘણી મુશ્કેલીઓ છે. જોઇ તેની કારકિર્દી બનાવવા માંગે છે, તેણી પાસે સંબંધો માટે સમય નથી અને વીર જીવનમાં એક-એક ક્ષણ જીવી લેવામાં માને છે.

આની સાથે જ એક જૂની લવસ્ટોરી પણ ચાલી રહી છે, રઘુવેન્દ્ર (કાર્તિક આર્યન) અને લીના (આરૂષિ શર્મા) ની. આ એવી જ વાર્તા જેવી છે જેને સાંભળીને આપણે પ્રેમ કરતા શીખ્યા છીએ. પરંતુ તેની પણ પોતાની સમસ્યાઓ છે. આ ફિલ્મમાં ન તો ફ્રસ્ટ હાફમાં અને ન તો બીજા હાફમાં દમ છે. જોકે રઘુ અને લીનાની સ્ટોરી થોડી સારી લાગે છે. ઇમ્તિયાઝ અલીનું ડિરેક્શન ઠીકઠાક જ છે.

આ ફિલ્મમાં બોલીવુડના સૌથી લોકપ્રિય કપલ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને લેવામાં આવ્યા છે. લોકોને આ બંને પાસેથી ઘણી અપેક્ષાઓ છે, પણ બંને કોઈ ખાસ કમાલ નથી કરી શક્યા. ચંચળ, મસ્તીખોર અને પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપનાર છોકરી જોઈના પાત્રમાં સારાએ જીવ રેડવાની કોશિશ કરી છે પણ એવું થઇ શક્યું નથી. ત્યારે બીજી તરફ કાર્તિક આર્યનના બે રૂપ જોવા મળશે જેમાં તે 90ના દાયકાનો રઘુ છે અને 2020નો વીર છે. બંને જ પાત્રમાં કાર્તિક આર્યનનો અભિનય એવો છે કે જાણે મગજ હટેલું હોય.

આરુષિ શર્માએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેનું કામ સારું છે. જોકે તેણે પણ ખાસ કમાલ નથી કર્યો. આરુષિએ તેના પાત્રની માંગ પ્રમાણે યોગ્ય કામ કર્યું છે. રણદીપ હૂડાનો અભિનય સારો છે, તે ખૂબ જ નાની ભૂમિકા હોવા છતાં દિલ જીતી લે છે. આ સિવાય સિમોન સિંહ ફિલ્મમાં જોઇની માતાની ભૂમિકા નિભાવે છે, જેમનું કામ પણ સારું છે.

ઈમ્તિયાઝ અલીના મગજમાં લવ આજ કલ બનાવવાનો જબરદસ્ત આઈડિયા જરૂર આવ્યો હશે પણ એ આ ફિલ્મથી કશું કરી શક્યા નથી. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. ફિલ્મનું સંગીત પણ સારું છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઠીક છે.
તો બોક્સ ઓફિસની વાત કરીએ તો સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કાલ’ એ 12 કરોડ રૂપિયાની કમાણી સાથે પહેલા દિવસે બમ્પર ઓપનિંગ કરી છે.

જણાવી દઈએ કે સારા અલી ખાન અને કાર્તિક આર્યન તેમના સંબંધને લઈને પણ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, એટલે તેમની પહેલી ફિલ્મ અંગે ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી, જોકે, ફિલ્મની વાર્તા જોતા કહી શકાય કે સારા અને કાર્તિક ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી.
થિયેટરમાં ઘણી સારી ફિલ્મો ચાલે છે એટલે જરૂરી નથી કે આ ફિલ્મ જોવા જવી જ પડે. નહિ જોશો તો પણ ચાલશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.