કમળ કાકડી(lotus root) ખાવાના બેમિસાલ ફાયદા વિશે જાણો છો તમે? આ છે 8 બેમિસાલ ફાયદા…

0

કમળ કાકડીનું નામ તો દરેક કોઈએ સાંભળ્યું જ હશે,વર્ષોથી તે ભારતીય ખોરાકનો એક હિસ્સો રહી છે. કમળ કાકડી એટલે કે લોટસ રૂટ્સને સબ્જીથી માંડીને નાસ્તા કે પછી ચિપ્સના સ્વરૂપે પણ ખાવામાં આવે છે.પણ શું તમેં કમળ કાકડીથી થનારાં ફાયદા વિશે જાણો છો?આજે અમે તમને કમળ કાકડીના બેમિસાલ ફાયદા વિશે જણાવીશું.

Image Source

1.ઇન્ફેક્શનથી બચાવ:
કમળ કાકડીમાં વધારે માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.કમળ કાકડીમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે જે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.

Image Source

2.લીવર માટે ફાયદેમંદ:
કમળ કાકડી એટલે કે લોટસ રૂટમાં ટૈનિન (tannin) હોય છે, આ એક એવો પદાર્થ હોય છે જેમાં તમારા લિવરનું રક્ષણ કરનારા ઘણા પ્રકારના ગુણો રહેલા છે. રિસર્ચ અનુસાર કમળ કાકડીમાં રહેલું કંડેનસ ટૈનિન લીવર સાથે જોડાયેલી હિપેટોમેગીલ અને ફૈટી લીવર સમસ્યાઓથી રાહત અપાવે છે.

Image Source

3. ગર્ભવતી મહિલાઓ માટે ઉપીયોગી:
10 ગ્રામ કમળ કાકડીને એક કપ દૂધ કે એક કપ પાણીમાં મિસ્ક કરીને બનાવેલા મિશ્રણને ગર્ભવતી મહિલાને પીવડાવવાથી ગર્ભવાસ્થામાં થનારી સમસ્યાઓથી મુક્તિ મળે છે.કમળ કાકડીમાં ફોલેટની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જે ગર્ભાવસ્થા માટે ખુબ જરૂરી હોય છે, ફોલેટ ભૃણના વિકાસમાં મદદ કરે છે અને સમયના પહેલા થતા બાળકના જન્મથી પણ બચાવ આપે છે.

Image Source

4.પેટની બીમારીઓમાં રાહત:
નિયમિત રૂપે કમળ કાકડી ખાવાથી પેટની બીમારીઓ દૂર થાય છે. આ સિવાય બેભાન અવસ્થામાં વ્યક્તિને કમળ કાકડી સુંઘાડવાથી બેહોશી દૂર થાય છે. કમળ કાકડીના રસને ડુંગળીના રસ સાથે મિક્સ કરીને પીવડાવવાથી વ્યક્તિને દારૂ કે અન્ય નશીલા તત્વોનો નશો પણ ઉતરી જાય છે.

Image Source

5.સ્કિન માટે ફાયદેમંદ:
કમળ કાકડી કે પછી તેના બીજને પાણી સાથે પીસીને લગાવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે, અને સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. શિયાળામાં સૂકી ત્વચાથી બચવા માટે પણ આ ઉપાય કારગર છે.કમળ કાકડી વિટામિન-એ થી ભરપૂર છે માટે તે આંખ, વાળ અને સ્કિન માટે વરદાન સમાન છે.

Image Source

6.વધતા વજન માટે મદદરૂપ:
જે લોકો વધતા વજનથી ચિંતિત છે તેઓ રોજ પોતાના ભોજનમાં કમળ કાકડીને ચોક્કસ ઉમેરી લો. કમળ કાકડીમાં ઓછી માત્રામાં કેલેરી હોય છે અને તે વિટામિન્સ અને મિરલ્સથી ભરપૂર છે. કમળ કાકડી ખાવાથી દરેક જરૂરી તત્વો મળી જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન પણ નિયંત્રણમાં રહે છે.કમળ કાકડીમાં ફાઈબર અને કોમ્પલૈક્સ કાબોહાઇડ્રેટ હોય છે જે સાથે મળીને બ્લડ શ્યુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

Image Source

7.તાવ આવવા પર ફાયદેમંદ:
કમળ કાકડીમાં તાવને ઓછું કરવા માટેના ગુણ રહેલા છે જે દવાના સ્વરૂપે કામ કરે છે.તમે તાવ આવવા પર કમળ કાકડીનું સુપ બનાવીને પી શકો છો.દસ્ત કે ડાયરિયા જેવી સમસ્યામાં પણ કમળ કાકડી ફાયદેમંદ છે.

Image Source

8.શરીરની સફાઈ માટે ઉત્તમ:
કમળ કાકડીનું સેવન શરીરમાંથી વધારાના પદાર્થોને બહાર કાઢે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.કમળ કાકડીના રસમાં ખાંડ કે મિશ્રી મિક્સ કરીને પીવાથી પેશાબ રોકાવાની સમસ્યા દૂર થઇ જાય છે.આ સિવાય ગરમીની ઋતુમાં કાકડીના બીજને ઠંડાઈમાં પીસીને પીવાથી ઠંડક મેળવી શકાય છે.કમળ કાકડી સ્વાશ સંબંધી બીમારીઓને દૂર કે છે અને હૃદયને પણ તંદુરસ્ત રાખે છે, અને પાચન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે.કમળ કાકડી શરીરમાં લોહીની ખામીને પૂર્ણ કરવા માટે પણ જવાબદાર છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here