આ વ્યક્તિને સપનામાં જોવા મળ્યો લોટરીનો નંબર, સવારે ખરીદી ટિકિટ, બની ગયો કરોડપતિ

આપણે કહેવત છે કે ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ થયું છે એક વ્યક્તિ સાથે. આ વ્યક્તિ રાતો રાત કરોડપતિ બની ગયો. આમ તો આપણે રાત્રે આવતા સપનાને ઈગ્નોર કરી દઈએ છીએ, કારણ કે ઉંઘમાં આવેલા સપના સાચા નથી હોતા. જો કે ક્યારેય એવું પણ બને છે જ્યારે સપનામાં આવેલી વસ્તુ સાચી પડે છે.

આપણને ઘણીવાર ભવિષ્યમાં બનનારી ઘટનાની જાણકારી મળી જાય છે. એવામાં સવાલ થાય કે શું સપના સાચા પડે છે. જો કે આનો જવાબ તો સંશોધનનો વિષય છે, પરંતુ અમે જે વ્યક્તિની આજે વાત કરી રહ્યા છીએ તેની જિંદગી સપનાના કારણે બદલાઈ ગઈ છે.

હકિકતમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, તેણે સપનામાં એક લોટરીનો નંબર જોયો હતો, સવારે ઉઠીને આ વ્યક્તિએ તે જ નંબરની લોટરી ખરીદી. પછી ખબર ટીવીના માધ્યમથી ખબર પડી કે તેમને લોટરી લાગી છે. તેમને 2.5 લાખ ડોલર મળ્યા હતા જે ભારતીય રૂપિયા પ્રમાણે 1 કરોડ 57 લાખ રૂપિયા થાય.

આ ઘટના અમેરિકાના વર્જિનિયા વિસ્તારની છે. અહિંના રહેવાસી અર્લોજો કોલમેનના વ્યક્તિએ સપનામાં લોટરીનો નંબર જોયો અને તે જ નંબરની લોટરીની ટિકિટ ખરિદી લીધી. ત્યાર બાદ તેની કિસ્મત ખુલી ગઈ. આ લકી નંબરની મદદથી તે લકી ડ્રોમાં 250000 ડોલરની રકમ જીતવામાં સફળ થયો. ત્યાર બાદ આ ઘટનાને તેણે સોશિયલ મીડિયા પર શેર કરી. હવે તે ચર્ચાનો વિષય બની ગઈ છે. જો કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ વ્યક્તિએ તે લોટરી માત્ર 2 ડોલરમાં ખરીદી હતી.

ત્યાની સ્થાનિય ચેનલના રિપોર્ટ પ્રમાણે અલોંદો કોલમેને સપનામાં લોટરીના નંબર જોયા હતા અને તેમણે તે જ નંબરની લોટરીની ટિકિટ ખરીદી લીધી અને પરિણામ એ આવ્યું કે તે વ્યક્તિ 1 કરોડ 57 લાખ રુપિયા જીતી ગયો. આ લોટરીની ટિકિટો અંદાજે 40 લાખ લોકોએ ખરીદી હતી. જો કે આ વ્યક્તિની કિસ્મત સારી હતી તેથી તેને લોટરી લાગી ગઈ. જો કે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સપના સાચા થાય છે?

YC