પાણીના એક ટીપાની શું કિંમત છે એ જોઈ લો આ વીડિયોમાં, પાણી માટે રોજ મોત સાથે બાથ ભીડે છે આપણા દેશની આ મહિલાઓ, જુઓ

પાણી એ જીવનમાં ખુબ જ જરૂરી છે, પાણી બચાવવા વિશે આપણે ઘણી સાંભળ્યું હશે અને જોયું પણ હશે, છતાં પણ આજે ઘણા લોકો એવા છે જેમને પાણીની કિંમત નથી સમજાતી, કારણ કે તેમને કયારેય પાણીની અછત પડી જ નથી, પરંતુ આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ પાણી માટે મહિલાઓને દૂર દૂર સુધી સફર કરવી પડે છે અને ઘણીવાર તો મોતના મુખમાંથી પાણી લાવવું પડે છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને પાણીની કિંમત સમજાઈ જશે. આ વીડિયો મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લાનો છે. અહીની ગ્રામ પંચાયત ઘુસીયાના ધીમરોલામાં ગ્રામજનોને ટીપું ટીપું પાણી માટે વલખાવું પડે છે, ગામની હાલત એવી છે કે ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને પાણી માટે 30 ફૂટ ઉંડા કૂવામાં જવા માટે જીવ જોખમમાં મુકવો પડે છે.

પાણીની આ સમસ્યા માટે ગ્રામજનોએ કલેક્ટરને જાહેર સુનાવણીમાં પાણીની સમસ્યા માટે અરજી પણ કરી હતી, પરંતુ ગામની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો, 550 જેટલા પરિવારો ધીમરોલામાં રહે છે, ગામમાં પાણી માટે 4 કૂવા છે પરંતુ તમામ કૂવા ઉનાળામાં સુકાઈ જાય છે, અને પાણી માટે મહિલાઓને જીવ જોખમમાં મુકવો પડે છે.

કૂવામાં જ પાણીનો થોડો સંગ્રહ હોય છે, જે થોડા સમય પછી ભેગો થાય છે, કૂવામાં ઉતર્યા પછી, વાડકામાંથી પાણી ભરવું પડે છે, કૂવા સિવાય પાણીનું બીજું કોઈ સાધન નથી, પાણીનું ટેન્કર પણ ક્યારેક આવે અને ક્યારેક ના આવે.આવી સ્થિતિમાં મહિલાઓ દિવસ રાત એક કરી અને યુવતીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણી લઈ જવું પડે છે. નળ યોજના મંજૂર થઈ ગઈ છે, પરંતુ તે પણ બીજે બાંધવામાં આવે તો તેમને પાણી મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.

પાણીને લઈને ગ્રામજનોમાં એટલો રોષ છે કે ચૂંટણી સમયે પણ પાણી નહીં મળે તો વોટ નહીંના નારા લગાવવા લાગ્યા છે, શિવરાજ મામાની ભાણીઓ પણ  ગામમાં પાણી માટે મામાને અપીલ કરી રહી છે. ,પરંતુ ગ્રામજનોની સમસ્યા માટે જિલ્લા જવાબદાર છે.તેનાથી કાંઈ લેવા-દેવા નથી કે કોઈ ચિંતા પણ નથી, જોવાનું રહેશે કે પાણી માટે જવાબદાર વિભાગ શું વ્યવસ્થા કરે છે?

Niraj Patel