ભારતીય રસોઈમાં આદુનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે,. પ્રાચીન આયુર્વેદિક અને દવાઓમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. ચોમાસા અને શિયાળામાં લોકોને આદુ વાળી ચા વધુ પસંદ હોય છે. આદુવાળી ચા પીવાથી શરીરમાં ગરમી જ નહીં પરંતુ શરદી-ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન સામે પણ રાહત આપે છે. વધુ માત્રામાં આદુવાળી ચાનું સેવન ઉનાળામાં નુકસાન પણ પહોંચાડી શકે છે. આદુવાળી ચાનું વધારે સેવન કરવાથી પેટમાં દર્દ, પાચન શક્તિમાં તકલીફ જેવી સમસ્યા થાય છે. આ સિવાય પણ વધુ માત્રામાં આદુવાળી ચા પીવાથી ઘણા પ્રકારના નુકસાન થાય છે. જો તમે પણ 365 દિવસ આદુવાળી ચાનું સેવન કરતા હોય તો આ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શું શું નુકસાન કરે છે.

આવો જાણીએ વધુ માત્રામાં આદુવાળી ચા પીવાથી શું શું નુકસાન થાય છે ?
ડાયાબિટીસ
આદુનું સેવન બ્લડશુગરના લેવલને ઓછું કરી દે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને જેનું શુગર ઓછું રહેતું હોય છે તેને આદુનું સેવન ટાળવું જોઈએ. આદુના વધારે સેવનથી બ્લડ શુગર ઓછું થઇ જતા તકલીફ પડે છે તેના કારણે ગ્લાઈસીમિયાની સ્થિતિ પેદા થઇ શકે છે.

ભૂખ ઓછી કરે
આદુ વાળી ચા પીવાથી વજન ઘટી શકે છે. આદુમાં સેરોટોનિન હાર્મોનની સાંદ્રતા ભૂખ ઓછી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે વજન વધારવા માંગતા હોય તો આદુવાળી ચાનું સેવન કરવાથી બચો.
એસીડીટી
આદુનું સેવન પ્રમાણસર કરવાથી ફાયદો થાય છે. પરંતુ જો તેનું સેવન વધારે પડતું થઇ જાય તો એસીડીટી જેવી બીમારીનો ભોગ બની શકાય છે. શરીરમાં એસિડનું પ્રમાણ વધી જવાથી એસીડીટી થઇ જાય છે.

બ્લડ પ્રેશર
જે બ્લડ પ્રેશર અથવા બીપીની તકલીફ હોય તો તેને અધિક માત્રામાં આદુનું સેવન ફાયદાકારક છે. પરંતુ જે લોકોનું બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય તો તેને થોડું પણ આદુનું સેવન કર્યું તો નુકસાનકારક થઇ શકે છે. આદુમાં લોહીને પાતળો કરવાનો ગુણ હોય છે. ત્યારે જેનું બીપી લો રહેતું હોય તે લોકો આદુનું સેવન કરે તો તેનું બીપી વધારે લો થઇ જાય છે.
અનિંદ્રાનો ભોગ
કોઈ પણ વ્યક્તિએ રાતે આદુ વાળી ચાના સેવનથી બચવું જોઈએ. ઘણા લોકો વિચારતા હોય છે કે રાતે સુતા પહેલા આદુવાળી ચા પીવાથી લાભ થાય છે, પરંતુ જાણકાર લોકો કહેતા હોય છે કે, રાતે આદુવાળી ચાનું સેવન કરવાથી ઊંઘ ઉડી શકે છે.

હાર્ટમાં તકલીફ
ચામાં માપસર આદુ નાખવાથી ચાનો સ્વાદ વધી જાય છે અને પચવામાં પણ સરળ રહે છે. પરંતુ ઘણા લોકો ચામાં હદથી વધારે આદુ નાખીને ચા પીવે છે. તેનાથી હૃદયમાં દુખાવો થાય છે. ઘણા લોકો વધુ આદુવાળી ચાનું સેવન કરીને પેટમાં બળતરાની ફરિયાદ કરતા હોય છે.
એબોર્શનનો ખતરો રહે
પ્રેગ્નેન્ટ મહિલાને આદુનું સેવન ના કરવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે, ગર્ભમાં રહેલા બાળક માટે તે નુકસાનકારક છે. જો પ્રેગ્નેન્સી દરમિયાન વધુ કચાનું સેવન કરવામાં આવે તો તેનાથી એબોર્શનનો ખતરો વધી જાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ અડધા કપથી વધારે આદુવાળી ચાનું સેવન હાનિકારક થઇ શકે છે.
< purposes only and not to be substituted for professional medical advice.