બોલીવુડમાં 5 અભિનેત્રીઓ જે એક હિટ ફિલ્મ આપીને આજે જીવી રહી છે ગુમનામની જિંદગી

હોટ ફિગર ધરાવતી છે આ 5 અભિનેત્રીઓ એક સમયે ખુબ જ લોકપ્રિય હતી અને હિટ ફિલ્મો આપતી પણ હાલમાં કોઈ એને જોતું પણ નથી…

બોલીવુડમાં ઘણા એવા એક્ટર અને એક્ટ્રેસ હોય છે જે પોતાનું નસીબ અજમાવી ચુક્યા છે. તો ઘણા એવા પણ છે એક ફિલ્મ હિટ આપીને બીજી ફિલ્મો તેની ફ્લોપ ગઈ હોય. તો બોલીવુડમાં એવી ઘણી એક્ટ્રેસ છે જે એક ફિલ્મ સુપરહિટ આપ્યા બાદ ગુમ જ થઇ ગઈ હોય. આવો જાણીએ એવી એક્ટ્રેસ વિષે જે આજે બોલીવુડમાંથી ગુમ જ થઇ ગઈ છે.

1. ઈશા ગુપ્તા:

ઈશા ગુપ્તા તેની પહેલી બૉલીવુડ ફિલ્મથી છવાઈ ગઈ હતી. ઈશા ગુપ્તાએ મહેશ ભટ્ટની ફિલ્મ ‘જન્નત-2’થી ડેબ્યુ કર્યું હતું. ઈશા બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા મોડેલિંગ કરતી હતી.

ઈશા ગુપ્તાએ ફેમિના 2007માં પણ ભાગ લીધો હતો. ઈશાને આ માટે મિસ ફોટોજેનિકનો એવોર્ડ પણ મળ્યો હતો. ઈશાએ ‘જન્નત-2’ બાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ બધી ફિલ્મો ફ્લોપ જ ગઈ હતી. હવે ઈશા ગુપ્તા ક્યાંય નજરે નથી આવતી.

બોલિવૂડની હોટ અભિનેત્રી ઈશા ગુપ્તા સોશ્યિલ મીડિયા પર ઘણી વાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી ચાહકોને ટ્રીટ આપતી રહી છે. અભિનેત્રી ઈશા ગુપ્તાનો સ્ટાઈલિશ અંદાજ સોશ્યિલ મીડિયા યુઝર્સને તેની તરફ આકર્ષિત કરે છે.

2. કિમ શર્મા

કિમ શર્માએ યશરાજની ફિલ્મ ‘મહોબ્બતે’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. આ બાદ તેને ઘણી ફીમ ઓફર થઇ હતી પરંતુ બધી જ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. હાલ તો કિમ શર્મા ફિલ્મોથી દૂર છે.

અનલોક થતા જ બોલીવુડના કલાકારો વેકેશન માટેના પ્રિય સ્થળ એવા માલદીવમાં નવરાશની પળો માણવા માટે જતા દેખાઈ રહ્યા છે. એવામાં તાજેતરમાં જ ક્રિકેટર યુવરાજ સિંહની એક સમયે પ્રેમિકા રહી ચુકેલી અભિનેત્રી કિમ શર્મા પણ માલદીવ વેકેશન માટે પહોંચી છે.

અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને ઐશ્વર્યાની ફિલ્મ મોહબ્બતેં દ્વારા ડેબ્યુ કરનારી કિમ શર્મા આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ તે પોતાની સુંદરતા અને ફિટનેસને લીધે દર્શકો વચ્ચે ખુબ લોકપ્રિય છે.

જો કે અગાઉ પણ કિમ પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરી ચુકી છે, તેનું ઇન્સ્ટા એકાઉન્ટ પણ તેની લાજવાબ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. કિમએ પોતાની સફરમાં તુમસે અચ્છા કૌન હૈ, કેહતા હૈ દિલ બાર બાર, ફિદા, તાજમહલ, ઝીંદગી રૉક્સ, મની હૈ તો હની હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કિમ એક બેસ્ટ અભિનેત્રી તરીકે બોલીવુડમાં પોતાને સ્થાપિત ન કરી શકી.

જો કે આ ફિલ્મોમાં તે મુખ્ય અભિનેત્રીના સ્વરૂપે પણ ન હતી. ફિલ્મ મોહબ્બતેંમાં કીમના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી, પણ બાકીની દમદાર અભિનેત્રીઓની સામે તે ફિક્કી ચોક્કસ લાગી હતી.

કિમ શર્મા હર્ષવર્ધન રાણે સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બની હતી. બંને અવાર-નવાર એકબીજા સાથે સમય વિતાવતા ખુલ્લેઆમ જોવા મળતા હતા,  જો કે પછી બંન્ને અલગ થઇ ગયા.

Image source

3. શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટીએ પણ ફિલ્મ ‘મહોબ્બતે’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. શમિતા શેટ્ટીના નામ પર 2થી 3 સારા આઈટમ સોંગ પણ છે. પરંતુ હાલ શમિતા શેટ્ટી ક્યાંય જ જોવા નથી મળતી.

4. સોનલ ચૌહાણ

ઇમરાન હાશ્મીની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી સોનલ ચૌહાણની પહેલી ફિલ્મ ‘ જન્નત’ હિટ તો ગઈ હતી. સોનલની પહેલી હિટ ફિલ્મ જોઈને લાગી રહ્યું હતું કે, સોનલ બી ટાઉનની સારી એક્ટ્રેસ બનશે પરંતુ એવું કંઈ થયું ના હતું. સોનલ ચૌહાણએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવા છતાં પણ તે ફ્લોપ રહી હતી.

ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’ ની એક્ટ્રેસ સોનલ ચૌહાણ 33 વર્ષની થઇ છે. સોનલ ચૌહાણનો જન્મ 16 મે 1987માં બુલંદ શહેરમાં તેનો જન્મ થયો હતો.

સોનલે હિન્દીની સાથે-સાથે તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકેલી સોનલ હાલ લાઇમ લાઈટથી દૂર છે. સોનલ ચૌહાણ છેલ્લે ફિલ્મ પલટનમાં જોવા મળી હતી.

સોનલ ચૌહાણનો ક્રેઝ સોશિયલ મીડિયામાં આજે પણ છે. સોનલ ચૌહાન ફેન્સ માટે હોટ તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામમાં તેના ફોલોઅર પણ વધારે છે. ઇન્સ્તાગ્રામઆ 26 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

કહેવામાં આવે કે, સોનલ ચૌહાણ નીલ નીતિન મુકેશ અને વિજય માલ્યામાં દીકરાને ડેટ કરી ચુકી છે. આટલું જ નહીં સોનલ ચૌહાણનું નામ અરબાઝ ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

5. આયેશા ટાકિયા

આયેશા ટાકિયાની પહેલી ફિલ્મ ‘ ટારઝન ધ વંડર કાર’ જે કંઈ વંડર તો કરી શકી ના હતી. પરંતુ આયેશા ટાકીયાની બીજી ફિલ્મ ‘વોન્ટેડ’ થી ચર્ચામાં આવી હતી. હાલમાં તો આયેશા ટાકિયા ફિલ્મોથી દૂર તેના પરિવારમાં વ્યસ્ત છે.

ફિલ્મ ‘વોન્ટેડ’થી લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી આયશા ટાકિયાએ હાલમાં જ પોતાનો 33 મોં જન્મદિવસ ઉજવ્યો છે. જણાવી દઈએ કે આયશા ટાકિયા ભારતીય ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે સાથે એક મૉડલ પણ છે.

પુરા દેશમાં તેના લાખો ફૈન છે. આયશાએ પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે.

હાલના સમયે ભલે આયશા બૉલીવુડ ફિલ્મોથી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, અને લગાતાર પોતાના ફેન્સ માટે પોતાના પતિ અને દીકરા સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

બોલીવુડમાં આયશા વોન્ટેડ ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે. આયશાએ 1 માર્ચ 2009 ના રોજ મુંબઈમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ સદસ્ય અબુ આજમીના દીકરા અને પોતાના બોયફ્રેન્ડ ફરહાન આજ઼મી સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર બનેંના લગ્નની તસવીરો પણ વાઇરલ થઇ હતી. હાલ તેઓનો એક દીકરો મિખાઇલ આજ઼મી છે.

YC