ફિલ્મી દુનિયા

એ અભિનેતા કે જેની બીમારીએ ચમકાવી દીધું સલમાન ખાનનું નસીબ, આજે જીવી રહ્યો છે ગુમનામ જીવન

સલમાન ખાન આજે બોલીવુડમાં એક એવું નામ બની ગયું છે કે જેમની ફિલ્મો સુપરહિટ થાય જ અને કરોડોમાં કમાણી થાય જ. સુપરસ્ટાર સલમાન ખાન બોક્સ ઓફિસના સુલતાન છે. તેમની ઘણી ફિલ્મોએ નિર્માતાઓને 200-300 કરોડથી વધુની કમાણી કરી આપી છે. પરંતુ આ મુકામ સુધી પહોંચવા માટે સલમાન ખાને ખૂબ જ મહેનત કરવી પડી હતી.

Image Source

સલમાન ખાન આજે જે મુકામ પર છે, એની શરૂઆત વર્ષ 1989માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાથી થઈ હતી. કારણ કે સલમાન ખાનની પહેલી ફિલ્મ તો એમની માટે ફ્લોપ રહી હતી. ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે ફિલ્મ મૈંને પ્યાર કિયામાં પહેલા સલમાન ખાનને લેવામાં આવ્યો ન હતો.

Image Source

જે અભિનેતા આ ફિલ્મમાં લેવામાં આવ્યો હતો એ પહેલા હતો તે ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલાં માંદો પડી ગયો હતો. જે બાદ નસીબજોગે આ ફિલ્મ સલમાન ખાનને મળી અને આ ફિલ્મે સલમાનને રાતોરાત સુપર સ્ટાર બનાવ્યો હતો.

Image Source

ફિલ્મ મૈંને પ્યાર કિયામાં સૂરજ બરજાત્યાએ પહેલા અભિનેતા ફરાઝ ખાનને લીધો હતો. ફરાઝ ખાન પ્રખ્યાત અભિનેતા યુસુફ ખાનના પુત્ર છે, જે આજે ગુમનામ જીવન જીવી રહયા છે. ફરાઝ ખાન મૈંને પ્યાર કિયાનું શૂટિંગ શરુ કરવાના જ હતા કે તેઓ અચાનક બીમાર પડી ગયા. સુરજ બરજાત્યાએ પોતાની ફિલ્મને રોકવાને બદલે ફિલ્મના હીરોને બદલી નાખવાનું પસંદ કર્યું.

Image Source

આ ફિલ્મ માટે કોઈકે તેમને સલમાનનું નામ સૂચવ્યું હતું. બરજાત્યા સંમત થયા. સલમાનની પહેલી ફિલ્મ ફ્લોપ હતી, ત્યારબાદ તે ફિલ્મની શોધ કરી રહ્યો હતો. પરંતુ સલમાન આ ફિલ્મ કરવા તૈયાર નહોતો. તેને આ ફિલ્મ ખૂબ સોફ્ટ લાગી રહી હતી.

Image Source

સૂરજ બરજાત્યાએ સલમાનને ખૂબ જ મનાવ્યો અને આખરે સલમાન આ ફિલ્મ કરવા માટે રાજી થયો. આ રીતે સલમાન ‘મૈંને પ્યાર કિયા’નો હીરો બન્યો.

Image Source

આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને સલમાનને રાતોરાત સ્ટાર બનાવી દીધો. આ પછી, તેને ફિલ્મોની ઘણી ઓફર્સ મળવાનું શરૂ થયું અને બરજાત્યાએ પણ તેની સાથે ઘણી ફિલ્મો બનાવી.

Image Source

જયારે બીજી તરફ ફરાઝ ખાનનું કરિયર ડામાડોળ જ રહ્યું. ફરાઝ આગળ ચાલીને મહેંદી, ફરેબ, દિલને ફિર યાદ કિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

Image Source

મહેંદી ફિલ્મમાં તો તેમની જોડી રાની મુખર્જી સાથે હતી અને ફિલ્મ પણ લોકોને ઘણી પસંદ આવી હતી, પણ તે છતાં તેમની કારકિર્દી પાટા પરથી ઉતરી ગઈ અને તેઓ ગુમનામ થઈને રહી ગયા. તેઓ હાલ ક્યાં છે અને શું કરે છે આ વિશે કોઈને કોઈ પણ જાણકારી નથી.

Image Source

ફેબ્રુઆરી 2019માં ડિમ્પી ફાદિયાએ બેંગલુરુથી ફરાઝ ખાન સાથેની એક તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેને કારણે કયાસ લગાવાઈ રહ્યા છે કે કદાચ તેઓ બેંગલુરુમાં હોઈ શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.