હેલ્થ

વગર મહેનતે વજન ઉતારવો હોય તો આ રીતે રોજ ખાશો બટાકા, તો નહિં જવુ પડે જીમમાં

આપણામાંથી કેટલાય લોકો એવું વિચારે છે કે બટાટા ખાવાથી વજન વધે છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. વજન ઘટાડનારા કેટલાય લોકો બટાકાથી દૂર રહે છે. પણ આજે અમે તમને આનાથી વિપરીત વાત જણાવવા જઈ રહ્યા છીએ. એટલે કે બટાટા ખાવાથી કેવી રીતે વજન ઓછું કરવું, તે જાણીને તમને આશ્ચર્ય થશે. તમે બટાકાના સેવનથી પાંચ દિવસમાં પાંચ કિલો વજન કેવી રીતે ઓછું કરી શકો છો, આજે અમે તમને એ જણાવીશું –

Image Source

બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. તે દરેક વાનગીમાં બંધ બેસે છે અને બાળકો તેને ખૂબ પસંદ કરે છે. પરંતુ આ અજોડ શાકભાજી પર વજન વધારવાનો આરોપ વારંવાર લાગતો રહ્યો છે. જો કે, વાસ્તવિકતા એ છે કે બટાકા એ ઘણા પોષક તત્વોનો ખજાનો છે. જર્નલ મોલેક્યુલર ઓફ ન્યુટ્રિશન એન્ડ ફૂડ રિસર્ચમાં પ્રકાશિત એક નવા સંશોધન મુજબ, જો પાતળા થવું હોય તો બટાટા દરરોજ ખાવા જોઈએ.

Image Source

કેટલાક ડાયેટિશિયન્સ એવું પણ કહે છે કે જો તમે ફક્ત 5 દિવસ માટે માત્ર બટાટા પર આધારિત આહાર લો, તો એનાથી તમારું વજન પાંચ કિલો સુધી ઘટી શકે છે. બટાટામાં હાજર ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે. એટલે જ વધુ ખાવાની આદતથી પણ બચી શકાય છે.

Image Source

બટાકામાં ફાઈબર, વિટામિન, ઝીંક, પોટેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ હોય છે, જે તેને સ્વાસ્થ્ય વર્ધક બનાવે છે. તેમાં વિટામિન બી 6 પણ હોય છે, જે ખૂબ ઓછી શાકભાજીમાં જોવા મળે છે. બટાટા સ્ટાર્ચયુક્ત ખોરાક છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે. તેમાં ઓછી કેલરી હોય છે. તે ચયાપચયને વધારે છે અને વજનને નિયંત્રિત રાખે છે.

Image Source

એક મધ્યમ કદના બટાકામાં 168 કેલરી હોય છે. તો બીજી બાજુ, તે બાફેલા બટાટામાં 100 કેલરી જ રહી જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બટાકા એવો ખોરાક છે જે વજન ઘટાડે છે પરંતુ સ્વાસ્થ્ય નહીં. જો તમે બટાટાની ડાયેટ પર રહીને દરરોજ 10 બટાકા ખાઓ છો, તો એનાથી તેમ સ્વસ્થ રહી શકો છો. આને કારણે કેલરીનું સેવન પણ ઓછું થશે. જેના કારણે તમે તમારું વજન ઓછું કરી શકો છો.

Image Source

પ્રોટીન ઉપરાંત બટાકામાં વિટામિન બી, સી, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.