આ 4 રાશિ પર શિવજી થશે મહેરબાન, મહાશિવરાત્રિ પર આ રીતે કરો પૂજા

ભગવાન શંકરને સૌથી ભોળા કહેવામાં આવે છે તેથી જ તેનું એકનામ ભોળાનાથ પણ છે. કારણ કે તે ભક્તોની વાત જલદીથી સાંભળે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.એવામાં અમે તમને જણાવીશું કે કઈ ખાસ રાશિના જાતકોને ભગવાન શંકરની વિશેષ કૃપા મળવા જઈ રહી છે.

જ્યોતિશાચાર્યોના જણાવ્યા પ્રમાણે ચાર રાશિના જાતકો પર શિવજી વિશેષ કૃપા વરસાવે છે. તેની પાછળ કેટલાક વિશેષ કારણો પણ છે. જો મહાશિવરાત્રિના દિવસે આ રાશિના લોકો ભગવાન શંકરને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો કરી લે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

1.વૃષભ રાશિ : વૃષભ રાશિના સ્વામી શુક્ર છે. તો બીજી તરફ શુક્રદેવ અને શુક્રાચાર્ચ ભગવાન શિવના ભક્ત છે. તેથી આ મહાશિવરાત્રિ પર આ રાશિના લોકો જો પૂજા અર્ચના કરશે તો ભગવાન શિવ દરેક મનોકામના પૂર્ણ કરશે અને આર્થિક તંગી પણ દૂર થશે.

2.મેષ રાશિ : આ રાશિના જાતકો પર ભગવાન ભોળાનાથ હંમેશા મહેરબાન રહે છે. એટલું જ નહીં આ રાશિની ભક્તિથી ભગવાન શિવ જલદી પ્રસન્ન પણ થઈ જાય છે. તેથી આ રાશિના લોકોએ તેમની મનોકામના પૂર્ણ કરવા માટે હંમેશા ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. તેના માટે તેઓ શિવલિંગ પર જળ અર્પણ કરી શકે છે. આ ઉપરાંત જો મહાશિવરાત્રિના દિવસે વિશેષ ભક્તિભાવ સાથે શિંવલિંગ પર જળ ચઢાવવામાં આવે તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે.

3.કુંભ રાશિ : કુંભ રાશિના જાતકોને પણ ભગવાન શંકરનો પ્રેમ અને આશિર્વાદ મળે છે. આ લોકો જો સોમવારના દિવસે જળ ચઢાવે છે અને તેમની શક્તિ મુજબ ગરીબોને દાન કરે છે તો તેમના દરેક કાર્ય સફળ થાય છે, આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળાભિષેક કરવાથી પણ ખુબ લાભ થાય છે.

4.મકર રાશિ : મકર રાશિના લોકો પર પણ શિવજી વિશેષ કૃપા વરસાવે છે. આ લોકોએ દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તેનાથી તેમના દરેક કાર્યો સફળ થશે અને વેપાર ધંધામાં પ્રગતિ થશે. એટલું જ નહીં જો આ જાતકો મહાશિવરાત્રિ પર પૂજા કરે છે તો તેમની દરેક ઈચ્છા પરીપૂર્ણ થશે.

YC