શિવને ભોલેનાથ કહેવામાં આવે છે. કારણકે શિવ સાદગી પસંદ ભગવાન છે. શિવને કાચા ફળ પસંદ છે. શિવને પ્રસન્ન કરવા માટે એક જળનો લોટો જ કાફી છે. જયારે તમે જિંદગીથી નિરાશ થઇ ગયા હોય ત્યારે તમારે શિવની પૂજા અચૂક કરવી જોઈએ.
પરંતુ જે રીતે ભોલેનાથ ખુશ જલ્દી થઇ જાય છે તેટલી જલ્દી જ નારાજ પણ થઇ જાય છે. શિવ પુરાણમાં ઘણા કામ, વાત-વ્યવહાર અને વિચારને પાપ ગણવામાં આવ્યું છે. જેને ભગવાન શિવ ક્યારે પણ માફ નથી કરતા.
ભગવાન શિવ તેનાથી બેહદ નારાજ થઇ જાય છે જે તેના સંબંધમાં ઈમાનદારી નથી રાખતા. જે લોકો બીજાના પતિ અથવા પત્નીની ખરાબ નજર અર્થાત તેને પામવાની ઈચ્છા રાખે છે અથવા કોઈના શાદીશુદા જિંદગીને તોડવાની કોશિશ કરવાથી ભોલેનાથ નારાજ થઈ જ જાય છે આ પાપને ભગવાન શિવ ક્યારે પણ માફ નથી કરતા.

કહેવામાં આવે છે કે, ઉપરવાળાથી કંઈ છુપાયેલું નથી હોતું. ત્યાં સુધી કે, તમે જે વિચારી રહ્યા છો તે પણ ભગવાનથી છુપાયેલું નથી રહેતું. તમે ભલે તમારા વાણી વર્તનથી કોઈને નુકસાન ના પહોંચાડતા હોય પરંતુ કોઈના મનમાં દુર્ભાવના અથવા કોઈનું ખરાબ વિચારવું તે પણ એક પાપની શ્રેણીમાં જ આવે છે.
આવો જાણીએ શું કરવાથી ભગવાન શિવ નારાજ થઈ જાય છે.
લગ્ન તોડવાની કોશિશ
ભોલેનાથને એવા લોકો જરા પણ પસંદ નથી જે લોકો તેના સંબંધમાં ઈમાનદાર ના રહેતા હોય. ખાસ કરીને જે લોકો બીજાની શાદીશુદા જિંદગી તોડવાની કોશિશ કરે છે તેનાથી ભોલેનાથ નારાજ થઇ જાય છે. આ પાપને ભોલેનાથ ક્યારે પણ માફ નથી કરતા. બીજાના પતિ અથવા પત્નીની પર ખરાબ નજરે રાખવી એ પણ એક પાપની શ્રેણીમાં જ આવે છે.
પૈસામાં ધોખેબાજી
જો તમે ભગવાનની પૂજા કરો છો તો ક્યારે પણ ધનની લાલચમાં આવવું ના જોઈએ. ક્યારે પણ બીજાના પૈસા પચાવી પાડવા અને પૈસાની હેરાફેરી કરી અથવા ધન સંપત્તિ લૂંટવી તે પાપની શ્રેણીમાં આવે છે. ભગવાન શિવ આ માટે કયારે પણ માફ નથી કરતા.

ખરાબ વિચાર
શિવ પૂરાણ અનુસાર, જો તમે કોઈનું ખરાબ નથી કરતા પરંતુ કોઈ માટે ખરાબ વિચાર ધારા રાખો છો તો પણ તમે પાપની શ્રેણીમાં જ આવો છો. અર્થાત તમારા કામથી કોઈનું ખરાબ ના થયું હોય પરંતુ તમારી બોલી કોઈ માટે અક્ષમ્ય હકદાર બની શકે છે.
કોઈને તકલીફ આપવી
ભગવાન ભોલેનાથ એ લોકોથી કયારે પણ ખુશ નથી હોતા જે લોકો બીજાને તકલીફ આપે અને બીજા સાથે ખરાબ કામ કરી નુકસાન પહોંચાડે. આ વિચારવાળા વ્યક્તિઓ ભગવાન શિવની નજરોમાં હર હાલમાં માફીને લાયક નથી હોતા.
ગર્ભવતી મહિલાને ખરાબ વેણ
કોઈ ગર્ભવતી મહિલા અથવા માસિક દરમિયાન કોઈ મહિલાને ખરાબ વચન કહેવું તે પણ પાપ છે. તમારી વાતથી તેનું દિલ દુખાવવું શિવની નજરોમાં અપરાધ અને પાપ છે.

અફ્વાહ ફેલાવવી
સમાજમાં કોઈ પણ વ્યક્તિના માનસન્માનને હાનિ પહોંચાડી તેની પીઠ પાછળ તેની વાત કરી અફવાહ ફેલાવી તે પણ એક અક્ષમ્ય પાપ છે.
ખોટો રસ્તો અપનાવો
ઘણી વાર માણસ જલ્દી પૈસાની લાલચમાં અને જલ્દી સફળ થવા માટે ખોટા રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જેને સાચો રસ્તો મળ્યા બાદ ખોટાનો સાથ નથી છોડતા અને ખરાબ રસ્તાને તે ખુદ પસંદ કરે છે. આ લોકો મોટું પાપ કરે છે.

નુકસાન પહોંચાડવા માટે ખોટું બોલવું
કોઈના સન્માનને હાનિ પહોંચાડવા માટે ખોટું બોલવું તે છલની શ્રેણીમાં આવે છે. આ માફ ના કરી શકાય તેવા પાપના ભાગીદાર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.