અજબગજબ ખબર જાણવા જેવું ધાર્મિક-દુનિયા પ્રવાસ પ્રસિદ્ધ રસપ્રદ વાતો

ભારતમાં આવેલ ભગવાન કૃષ્ણનાં 10 સૌથી પ્રખ્યાત ભવ્ય મંદિરો જુઓ અને દર્શન કરતા જ તમારી તમામ મનોકામના થશે પૂર્ણ..

ભગવાન શ્રીકૃષ્ણ માટે એવું કહેવાય છે, કે તેમનાં જીવનનાં અનેક રૂપોમાં એક-એક રૂપ પૂજ્ય છે. તેમનું સમગ્ર જીવન લોકો માટે ઉત્સુકતાનો વિષય રહ્યું છે. આજે ભારતભરમાં ગામડે-ગામડે કૃષ્ણના મંદિરો આવેલાં છે. અહીં આપણે જાણવું છે ભારતમાં આવેલા ભગવાન કૃષ્ણના એવાં ૧૦ મંદિરો વિશે, જે સૌથી વધારે પ્રખ્યાત છે. આખા ભારતમાં અને વિદેશોમાં પણ આ મંદિરોની નામના છે. ક્યાં છે એ કૃષ્ણ મંદિરો? આવો જાણીએ :

Image Source

(1) બાંકે બિહારી મંદિર (વૃંદાવન):

વૃંદાવનમાં શ્રીકૃષ્ણએ રાસલીલા કરી હતી. આથી સ્વાભાવિક છે કે, વૃંદાવનમાં કૃષ્ણનો મહિમા સૌથી વધારે હોવાનો. અહીં આમ તો પ્રખ્યાત એવા ઘણાં મંદિરો છે, જે ઠાકોરજીનો મહિમા ગાય છે. પણ સૌથી વધારે પ્રખ્યાત મંદિર બાંકે બિહારીજીનું છે. અહીં ભક્તોની ભીડ ખાસ્સી રહે છે. એમાંયે જન્માષ્ટમી જેવા તહેવારોમાં તો દીઠ વગરનું માણસ જોવા મળે છે.

Image Source

(2) દ્વારિકાધીશ મંદિર (ગુજરાત):

ભગવાન શ્રીકૃષ્ણ ગુજરાતમાં વસ્યા એટલો સમય તો ક્યાંય નહી રહ્યા હોય! દ્વારિકા એમની રાજધાની હતી. એટલે અહીંનો મહિમા પણ જગપ્રસિધ્ધ છે. દૂર-દૂરથી લોકોની ઠઠ જામે છે. જન્માષ્ટમીના તહેવારો દર્શન કરવાનો મોકો મળે તો પણ અહોભાગ્ય કહેવાય!

Image Source

(3) કૃષ્ણ બલરામ મંદિર (વૃંદાવન):

અગાઉ કહ્યું તેમ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણના ઘણાં પૌરાણિક અને અનોખું માહાત્મય ધરાવતાં મંદિરો આવેલાં છે. પણ આ મંદિરનું ખાસિયત એ છે, કે તે ઇસ્કોનનું સૌથી મોટું અને સૌથી વિશાળ મંદિર છે. ‘વૃંદાવનનું ઇસ્કોન મંદિર’ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ભાવિકો માટે સદાય પસંદગીનું સ્થળ રહ્યું છે.

Image Source

(4) જુગલકિશોર મંદિર (મથુરા):

મથુરા-વૃંદાવનમાં આવેલું આ ઘણું પૌરાણિક મંદિર છે. રેતીના લાલ પથ્થર દ્વારા કરવામાં આવેલું તેનું સમગ્ર બાંધકામ બહુ દિવ્ય લાગે છે. ભક્તો માટે બહુ પ્રખ્યાત આ મંદિરનું બીજું નામ ‘કેશી ઘાટ મંદિર’ પણ છે.

Image Source

(5) નાથદ્વારા (ઉદયપુર):

વૈષ્ણવોના યાત્રાધામ તરીકે બહુ પ્રખ્યાત નાથદ્વારા રાજસ્થાનમાં આવેલ છે પણ ગુજરાતમાં આવીને વહેતી બનાસ નદીને કાંઠે વસેલું છે. નાથદ્વારામાં ભગવાન કૃષ્ણની ‘શ્રીનાથજી’ તરીકે પૂજા થાય છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મોટું તીર્થ છે. સમગ્ર હિંદુઓનું પવિત્ર-પૂજ્ય સ્થાન છે. નાથદ્વારાની યાત્રા કરવી ઉત્તમ માનવામાં આવે છે.

Image Source

(6) શ્રીકૃષ્ણ મઠ (ઉડુપી):

દક્ષિણ ભારતનાં કર્ણાટક રાજ્યનાં સુંદર પહાડી શહેર ઉડુપીમાં આવેલ આ મંદિર ખરે જ મનોહર જગ્યા છે. દક્ષિણ ભારતીય શિલ્પ શૈલીનો અહીં ઉડીને આંખે વળગતો ફરક નજરે ચડે છે. ઊંચું ગોપુરમ્ યાત્રિઓનું ધ્યાન ખેંચવા પૂરતું છે. આ મંદિર અહીં ‘મઠ’ તરીકે ઓળખાય છે.

Image Source

(7) ગોવિંદ દેવજી મંદિર (જયપુર):

રાજસ્થાનનું આ બીજું પ્રખ્યાત કૃષ્ણ મંદિર જયપુરમાં આવેલું છે. ઠાકોરજીની ધામધૂમથી પૂજા-અર્ચના થતી રહે છે. કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે અહીં જબરદસ્ત માહોલ હોય છે.

Image Source

(8) ગુરુવાયુર મંદિર (કેરળ):

કેરળમાં આવેલું આ મંદિર ભગવાન વિષ્ણુનું પૃથ્વી પરનું પવિત્ર નિવાસસ્થાન માનવામાં આવે છે. દક્ષિણ ભારતીયો માટે ભગવાન કૃષ્ણની પૂજાનું અનન્ય સ્થળ એટલે ગુરુવાયુરનું મંદિર. આ મંદિરને ‘દક્ષિણનું દ્વારકા’ પણ કહેવામાં આવે છે. બિન હિન્દુઓને અહીં પ્રવેશ આપવામાં આવતો નથી.

Image Source

(9) રાજાગોપાલસ્વામી મંદિર (તમિલનાડુ):

તમિલનાડુના મન્નારગુડી શહેરમાં સ્થિત આ અત્યંત પ્રાચીન મંદિર છે. દક્ષિણ ભારતમાં રહેલાં વૈષ્ણવોનાં પ્રમુખ તીર્થસ્થાનોમાંનું એક છે આ મંદિર. લગભગ ૨૩ એકરનાં સંકુલમાં ફેલાયેલ આ મંદિરને પણ ‘દક્ષિણની દ્વારિકા’નો દરજ્જો મળ્યો છે.

Image Source

(10) વેણુગોપાલ સ્વામી મંદિર (કર્ણાટક):

કાવેરીને કાંઠે આવેલું આ પ્રાચીન મંદિર હોયસલ સામ્રાજ્યની સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કૃષ્ણરાજા સાગર પરિયોજનાને કારણે મંદિર ડૂબી ગયેલું તેને ઊંચી જગ્યા પર ઊભું કરાયું છે. ભગવાન કૃષ્ણનાં પ્રમુખ તીર્થસ્થાનોમાંનું એક છે.

જય શ્રીકૃષ્ણ!

[ મિત્રો, આશા છે કે આ માહિતીપ્રદ આર્ટિકલ આપને ગમ્યો હશે. આપના મિત્રો સાથે પણ આ આર્ટિકલની લીંક શેર કરજો, ધન્યવાદ! જય શ્રીકૃષ્ણ!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks