ખુબ જ ખાસ અને અલૌકિક છે આ ગણપતિ બાપાનું મંદિર, પૂજારી રોજ મુશ્કેલીઓનો સામનો કરીને કરે છે પૂજા અર્ચના, કરો લાઈવ આરતીના દર્શન, વાયરલ થયો વીડિયો
આપણા દેશમાં ઘણા બધા દેવ મંદિરો આવેલા છે અને આ દેવ મંદિરોમાં નિયમિત એક પણ દિવસનો વિરામ લીધા વિના પણ પૂજા અર્ચના થતી હોય છે. ઘણા બધા એવા દેવ મંદિરો છે જ્યાં દર્શન કરવા માટે ખુબ જ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે, ત્યારે હાલ ગણપતિ બાપાના એક એવા મંદિરનો વીડિયો સામે આવ્યો છે જે જેને જોઈને જ તમને પણ એમ થાય કે આ જગ્યાએ પહોંચવું અસંભવ છે.
ગાઢ જંગલની વચ્ચે પર્વતની ટોચ પર આવેલા આ મંદિરને જોઈને તમારા મનમાં પણ પહેલો સવાલ એજ થાય કે આ મંદિર આ જગ્યાએ કેવી રીતે બન્યું ? તો તેની પાછળનો પણ ઇતિહાસ છે. ઘણા લોકોને આ વીડિયો જોઈને મંદિર જોવાની પણ ઈચ્છા થઇ ગઈ. ત્યારે તમને આ મંદિર વિશેની તમામ હકીકતો અમે જણાવીશું.
આ મંદિર છત્તીસગઢના ઢોલકલ પહાડી પર છે અને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે અને મુલાકાત લે છે, પરંતુ અહીંના પૂજારીઓ આ પહાડી પર ચઢવા માટે દરરોજ સખત મહેનત કરે છે અને પૂજા અને સંભાળ કરે છે. aadi_thakur_750 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. છત્તીસગઢમાં ઢોલકલ ટેકરી પર સ્થિત ગણેશ મંદિરનો વિડિયો પોસ્ટ કરતા યુઝરે પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, “લાઈવ ગણેશ આરતી.”
ગણેશ મંદિર દરિયાની સપાટીથી 300 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. તે 1,000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર બૈલાદિલા પર્વતમાળાના ગાઢ જંગલમાં આવેલું છે. પીટીઆઈ અનુસાર, એવું માનવામાં આવે છે કે ગણેશની મૂર્તિ 9મી કે 10મી સદીમાં નાગવંશી વંશના સમયમાં ‘ઢોલ’ આકારની પર્વતમાળા પર બનાવવામાં આવી હતી.
View this post on Instagram
આ પર્વતમાળા જિલ્લાના ફરસપાલ પોલીસ સ્ટેશનથી 14 કિમી દૂર ઊંડા જંગલની અંદર આવેલી છે. રસ્તો ન હોવાથી જંગલના માર્ગે પગપાળા જ આ સ્થળે પહોંચવું પડે છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયો પર 4.5 લાખથી વધુ લાઈક્સ આવી છે, જ્યારે લાખો વ્યૂઝ છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.