જ્યોતિષ શાસ્ત્ર

બુધવારના દિવસે કરી લો આ 5માંથી કોઈ 1 કામ, ગણપતિ બાપા કરી દેશે બેડો પાર

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે કેટલીય પ્રકારના પ્રયાસો કરતા હોય છે, છતાં પણ જો કિસ્મત સાથ ના આપે તો ગમે તેટલી મહેનત કરો છતાં પણ યોગ્ય ફળ નથી મળતું, સારી કિસ્મત મેળવવા માટે ઈશ્વરના આશીર્વાદ હોવા પણ જરૂરી છે. આપણા ઘરની અંદર કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગજાનન ગણપતિ બાપાની આરાધના કરતા હોઈએ છીએ, ગણપતિ બાપાના આશીર્વાદ મળે એ માટે કેટલીક ખાસ વસ્તુઓ કરવી પડે છે. આજે અમે તમને જે પાંચ વસ્તુઓ જણાવીએ છીએ તેમાંથી તમે કોઈપણ એક બુધવારના દિવસે કરશો તો ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર વરસશે.

Image Source

ગણપતિ બાપાની પૂજા:
બુધવારના દિવસે ગણપતિ બાપાની પૂજા કરવી જોઈએ. સાથે ભગવાન ગણેશજીના મંદિરમાં જઈને દુર્વા ઘાસની 11 અથવા 21 ગાંઠ ચઢાવવી જોઈએ, જેના કારણે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે અને તમારા જીવનમાં શુભ ફળ પણ મળશે.

Image Source

મગની દાળનું કરો દાન:
એવી માન્યતા છે કે બુધવારના દિવસે મગની દાળનું દાન કરવાથી કષ્ટો દૂર થાય છે. બુધવારના દિવસેકોઈ ગરીબને અથવા તો કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને મગની દાળનું દાન કરવાથી તમારા જીવનમાંથી પણ કષ્ટો દૂર થઈ શકે છે.

Image Source

મોદકનો પ્રસાદ ગણપતિને કરો અર્પણ:
જે લોકોની કુંડળીમાં બુધનો પ્રભાવ રહેલો છે તે લોકોએ ખાસ બુધવારના દિવસે ગણપતિના મંદિરમાં જઈને મોદકનો પ્રસાદ ચઢાવવો જોઈએ, આમ કરવાથી કુંડળીમાં રહેલો બુધનો પ્રભાવ ઓછો થાય છે.

Image Source

ગાયને રોટલી અથવા લીલું ઘાસ ખવડાવવું:
ગાયનની હિન્દૂ ધર્મમાં પૂજા કરવામાં આવે છે. આમ તો ગાયને રોજ લીલું ઘાસ અથવા રોટલી ખવડાવવી એ પુણ્યનું કામ છે પરંતુ બુધવારના દિવસે ખાસ લીલું ઘાસ ખવડાવવાથી બધા જ દેવોની કૃપા બનેલી રહે છે. જો તમે લીલું ઘાસ નથી ખવડાવી શકતા તો ઘરમાં બનતી પહેલી રોટલી પણ ગાયને ખવડાવવાથી લાભ થશે.

Image Source

ગણપતિ દાદાને ચઢાવો સિંદૂર:
ઈચ્છા પૂરતી માટે અને સુખની પ્રાપ્તિ માટે બુધવારના દિવસે ગણપતિ દાદાને સિંદૂર ચઢાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જેનાથી જીવનમાં આવેલી તમામ સમસ્યાઓ પણ દૂર થશે.