લગ્નના બે દિવસ પછી નવી નવેલી દુલ્હને કર્યો એવો કાંડ કે હોસ્પિટલ પહોંચી ગયો પતિનો પરિવાર, જાણો શું થયું?

લગ્ન કરવા દરેક લોકોનું સપનું હોય છે. દરેક કોઈ ઇચ્છતું હોય છે કે તેના લગ્ન એવા વ્યક્તિ સાથે થાય જે તેને પ્રેમ કરવાની સાથે સાથે તેની ભાવનાઓને પણ સમજે. લગ્ન બે આત્માનું મિલન માનવામાં આવે છે. પણ રાજસ્થાનના જયપુર જિલ્લામાં એક યુવકને લગ્ન કરવા ભારે પડી ગયા હતા.દુલ્હને લગ્ન પછી તરત જ એવો કાંડ કર્યો કે પતિના પરિવારને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અહીં એકવાર ફરીથી લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે.ઘટના જયપુરના કોટપુતલી વિસ્તારની છે. જ્યા એક પરિવારના ઘરે યુવકના કોટપુતલી મંદિરમાં 22 ફેબ્રુઆરીના રોજ લગ્ન થયા હતા. નંદુ પટવા પોતાના દીકરા માટે આગળના ઘણા સમયથી વહુની શોધ કરી રહ્યા હતા, છતાં પણ તેને યોગ્ય વહુ ન મળતા તેમણે દોઢ લાખ રૂપિયામાં સૌદો કર્યો હતો અને ખરીદેલી પૂજા નામની મહિલા સાથે લગ્ન કરાવ્યા હતા.લગ્ન થતા જ પૂજાએ પરિવારને ઝેર આપી હત્યા કરવાની કોશિશ કરી હતી

યુવકના પિતા નંદુ પટવાએ જણાવ્યું કે 22 ફેબ્રુઆરીએ દીકરાના લગ્ન થયા હતા. લગ્ન પછી પૂજા રાજીખુશીથી રહેતી હતી. લગ્નના બે દિવસ પછી પૂજાએ બધા માટે જમવાનું બનાવ્યું હતું અને બધાએ એકસાથે ભોજન કર્યું હતું પણ પૂજાએ જમ્યું ન હતું.જમ્યા પછીના અમુક જ સમય પછી પૂરો પરિવાર બેભાન થઇ ગયો હતો.

બેભાન થતા જ પૂજા પોતાની સાથે રોકડ રકમ, ઘરેણા અને મોબાઈલ લઈને ફરાર થઇ ગઈ હતી. સવારે જ્યારે કોઈ ઘરેથી બહાર ન નીકળ્યું તો પાડોશીઓને શંકા જતા તેમણે પોલીસને સૂચના આપી હતી, એવામાં પોલીસ તરત જ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પૂરો પરિવાર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો, અને દરેકને હોસ્પિટલમામાં ભરતી કરવામાં આવ્યા હતા. સારવાર બાદ દરેક લોકો ભાનમાં આવી ગયા હતા.

એવામાં પોલીસ લૂંટેરી દુલ્હનની શોધખોળ કરી રહી છે. પોલીસને શંકા છે કે પૂજાનું નામ અને સરનામું નકલી હોઈ શકે છે.પોલીસને હજુ સુધી પૂજાના મામલે કોઈ પણ સબૂત મળ્યા નથી અને બીજી તરફ લગ્નમાં મળેલા દગાથી પૂરો પરિવાર દુઃખી છે.

Krishna Patel