લૂંટેરી દુલ્હનનો અન્ય એક કિસ્સો-સગી બહેનો બનીને બે સગા ભાઈઓ સાથે કર્યા લગ્ન, 8 લાખના ઘરેણા અને 7 લાખની રોકડ રકમ લઈને થઇ ગઈ ફરાર

આ બંને બહેનોથી સાવધાન : આ દુલ્હન નથી પણ લુંટેરી છે, સગી બહેનો બનીને બે સગા ભાઈઓ સાથે કર્યા લગ્ન,લગ્નના ત્રણ જ મહિના પછી…

તાજેતરના દિવસોમાં લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ જાણવા મળે છે. એવો જ એક કિસ્સો હાલના સમયમાં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી સામે આવ્યો છે. જ્યાં બે સગી બહેનો બે સગા ભાઈઓ સાથે લગ્ન કરીને 15 લાખ રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થઇ ગઈ હતી.

બિલૌઆ ક્ષેત્રના રહેનારા નાગેન્દ્ર જૈન કપડાના વ્યવસાઈ છે. ડિસેમ્બર 2020માં તેણે પોતાના બંન્ને નાના ભાઈઓ દિપક અને સુમિત જૈનના લગ્ન ઉજ્જૈનની રહેનારી નંદની મિત્તલ અને રિંકી મિત્તલ સાથે નક્કી કર્યા હતા.આ લગ્ન સમાજના બાબુલાલ જૈન નામના વ્યક્તિએ નક્કી કર્યા હતા.

Image Source

લગ્ન થયાના ત્રણ મહિના પછી જ બંન્ને બહેનો 8 લાખ રૂપિયાના ઘરેણા અને 7 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઇ ગઈ હતી. પીડિત વ્યવસાઈએ બિલૌઆ થાણામાં બંને વહુ, તેમના કથિત ભાઈ સંદીપ મિત્તલ, ઘરના અન્ય સદસ્યો અને લગ્ન નક્કી કરનારા બાબુલાલ જૈન સહીત કુલ છ લોકો પર દગાખોરી કરવાનો આરોપ લગાવ્યો છે અને એફઆઈઆર દર્જ કરાવી છે.

એવામાં ફરિયાદ પર પોલીસે બંન્ને લૂંટેરી દુલ્હનો અને પરિવારના અન્ય લોકોની તપાસ કરવાની શરૂ કરી દીધી છે.તપાસમાં સામે આવ્યું કે પોતાને સગી બહેનો બતાવીને લગ્ન કરનારી આ દુલ્હનો વાસ્તવમાં સગી બહેનો ન હતી અને તેઓના પર પહેલાથી જ ઉજ્જૈનમાં લગ્નના નામે દગાખોરી કરવાનો કેસ દર્જ છે. પોલીસ મામલાની આગળની તપાસ કરી રહી છે.

Krishna Patel