ખબર વાયરલ

આ આજનું રાજસ્થાન છે: ફરવા જાવ એ પહેલા આ વીડિયો જરૂર જોઈ લેજો, ટુરિસ્ટ સાથે ચપ્પાની અણી પર કરી લૂંટપાટ

જયારે પણ આપણે કયાંય ફરવા જઇએ તો યોજનાઓ બનાવી છીએ અને જે જગ્યાએ પણ ફરવા જવાનુ હોય ત્યાં શુ જોવાલાયક છે તે બધુ જાણી વિચારીને ફરવા જઇએ છીએ. પરંતુ વિચારો કે કોઇ ટુરિસ્ટ સાથે એવી હરકત થઇ જાય જેના વિશે તેને કયારેય વિચાર્યુ ન હોય તો. આવો જ એક વીડિયો સામે આવ્યો છેે ઉદયપુરમાંથી.

ઉદયપુરમાં સરેઆમ એક ટુરિસ્ટ સાથે લૂટની ઘટના સામે આવી છે. વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. લોકો આ વીડિયો જોઇ હેરાન છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, આ કિસ્સો ઉદયપુરનો છે. અહીના અંબામાતા પોલિસ સ્ટેશન વિસ્તાર ક્ષેત્રમાં આવુ થયુ.

શુક્રવારે સાંજે બદમાશો કાર સવાર યુવક યુવતિને પહેલા રોક્યા અને પછી તેમના મોબાઇલ, ઘડીયાળ સહિત અનેક કિંમતી સામાન લૂંટ્યા. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, ગુંડાઓ ચપ્પાની અણી પર તેમનો સામાન લૂંટી રહ્યા છે. ગાડી પાસે છોકરો ઊભો છે અને પાછળથી અવાજ આવી રહ્યો છે. ગુંડાઓએ સામાન તો લઇ લીધો પરંતુ સાથે સાથે ગાડીની ચાવી પણ છીનવી લીધી.

આ વીડિયોને લક્ષ્મીકાંત ભારદ્વાજ નામના યુઝરે ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, આ આજનું રાજસ્થાન છે. સરેઆમ ચપ્પાની અણી પર આરોપીઓ કોઇ પણ જાતના ડર વગર લૂંટપાટ કરી રહ્યા છે. આ બેશરમ ઘટના ઉદયપુરની છે. પરંતુ શરમ તમને નહિ આવે.

ઉલ્લેખનીય છે કે,આ ઘટના પર ઉદપુર પોલિસ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવી છે. તેમણે લખ્યુ કે, આ ઘટના સંબંધમાં પોલિસ થાના અંબામાતામાં પ્રકરણ સંખ્યા 271/21 દાખલ કરી આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.