બોલીવુડ ફિલ્મોમાં પોતાની એક્શન અને સ્માર્ટનેસથી દિલોમાં જગ્યા બનાવનારા આ 5 દિગ્ગજ અભિનેતાઓ થઇ ગયા છે હવે ઘરડા, જુઓ તેમનો અસલ લુક

બોલીવુડની ચકાચોંધમાં દર્શકોને બધું જ સુંદર સુંદર લાગતું હોય છે. પડદા ઉપર જોવા મળતી અભિનેત્રીઓ સાથે અભિનેતાઓ પણ હૃદયને સ્પર્શી જતા હોય છે. ના ફક્ત તેમનો  અભિનય પરંતુ તેમનો દેખાવ પણ આપણને ખુબ જ પસંદ આવતો હોય છે. આજે બોલીવુડમાં ઘણા નવા અભિનેતાઓ આવી ગયા છે, પરંતુ કેટલાક જુના અભિનેતાઓ એવા પણ છે જેમનો દબદબો આજે પણ બોલીવુડમાં જોવા મળી રહ્યો છે.

વર્ષોથી આ આભિનેતાઓ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે. આજે પણ જયારે તેમને આપણે પડદા ઉપર જોઈએ તો તે પહેલા કરતા વધારે હેન્ડસમ અને તાકાતવર જોવા મળે છે. તો શું હકીકતમાં પણ આ અભિનેતાઓ એવા જ દેખાતા હશે ? એવો પ્રશ્ન દરેકના મનમાં થાય. પરંતુ આ બધો મેકઅપનો કમાલ છે. ચાલો આજે તમને એવા 5 દિગ્ગજ અભિનેતા વિશે જણાવીએ જે પડદા ઉપર તો ધાંસુ અંદાજમાં જોવા મળે છે, પરંતુ અસલ જીવનમાં કઈક જુદા જ દેખાય છે.

1. રજનીકાંત:
રજનીકાંત સાઉથના સુપરસ્ટાર તરીકે ઓળખાય છે. સાઉથમાં તો લોકો તેમની પૂજા કરે છે,ફિલ્મોમાં રજનીકાંતને અસલ જીવન કરતા એક અલગ જ દેખાવમાં જોઈ શકાય છે, પરંતુ જો રજનીકાંત તમને રસ્તા ઉપર સામ મળી ગયા તો તમે એમને ઓળખી નહીં શકો એ નક્કી. રજનીકાંતે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને દરેક ફિલ્મમાં રજનીકાંત એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. પરંતુ અસલ જીવનમાં રજનીકાંત ખુબ જ વૃદ્ધ છે. તેમની ઉંમર 70 વર્ષની છે.

2. અક્ષય કુમાર:
ફિટનેસના મામલામાં એકદમ પરફેક્ટ એવો અક્ષય કુમાર પણ તેની ફિલ્મોમાં એકદમ ધાકડ નજરે આવે છે. બોલીવુડમાં તો તેને સ્ટન્ટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેની ઉંમર 53 વર્ષની થઇ ગઈ છે. તે પોતાના શરીરને કસરત અને યોગાના માધ્યમ દ્વારા એકદમ ફિટ એન્ડ સ્ટ્રોંગ તો રાખે જ છે પરંતુ વધતી ઉંમરમાં તેનો દેખાવ પણ બદલાઈ જ રહ્યો છે. તેની તસ્વીર જોઈને તમને પણ નવાઈ લાગશે.

3. શાહરુખ ખાન:
બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનના પણ દુનિયાભરમાં ચાહકો છે. શાહરુખ પણ મેકઅપના કારણે જ ફિલ્મોમાં આટલો સુંદર દેખાય છે તે તેનો અસલ ફોટો જોઈને તમે કલ્પના કરી શકશો. બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન બોલીવુડના તે સીતારાઓમાં શામિલ છે જે બહુ વર્ષોથી બોલીવુડમાં રાજ કરતો આવ્યો છે. આજે પણ તેને રોમાન્ટિક અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે. તેની ઉંમર 55 વર્ષ થઇ ગઈ છે.

4. સલમાન ખાન:
સલમાન ખાન મેકઅપ વગર પણ એટલો જ સારો અને હેન્ડસમ દેખાય છે, તે ઘણા સમયથી બોલીવુડમાં રાજ કરી રહ્યો છે, કરોડો ચાહકો ધરાવે છે. છતાં પણ મેકઅપ સાથે દેખાતો સલમાન ફિલ્મોમાં જુદો જ લાગે છે. સલમાને હજુ સુધી લગ્ન કર્યા નથી, છતાં પણ તેની સાથે તેના કરતા અડધી ઉંમરની યુવતી પણ લગ્ન કરવા માટે તૈયાર છે. સલમાન લાખો યુવતીઓના દિલની ધડકન છે. સલામનની ઉંમર પણ હવે 55 વર્ષ થઇ ગઈ છે.

5. અજય દેવગન:
વર્ષ 1991માં આવેલી ફિલ્મ “ફૂલ ઔર કાંટે” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનાર અજય દેવગનમાં આજે ઘણો મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘણી ફિલ્મોમાં આજે પણ તે મુખ્ય અભિનેતા તરીકે જોવા મળે છે અને આજે પણ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અજયનો દબદબો છે. પરંતુ અસલ જીવનમાં તેની ઉંમર પણ દેખાઈ આવે છે. અજય હવે 52 વર્ષનો થઇ ચુક્યો છે.

Niraj Patel