આ નાનકડા ટેણીયાને પોતાના દાંતે બનાવી દીધો પ્રખ્યાત, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ થઇ ગયું દાખલ, જાણો કેવી રીતે ?

બાળકોના જન્મ સમયે આવતા દુધિયા દાંત એક દિવસ પડી જાય છે. આ કોઈ મોટી ઘટના નથી પરંતુ આવા જ દુધિયા દાંતના કારણે તે બાળક પ્રખ્યાત થઇ જાય તો ? તેના નામ વર્લ્ડ રેકોર્ડ બની જાય તો ? માન્યામાં ના આવે પરંતુ આ હકીકત છે. એક 9 વર્ષના બાળકનો દુધિયા દાંત તૂટતાં જ તેનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો.

આ હકીકત બની છે કેનેડામાં રહેવા વાળા 9 વર્ષના એક બાળક લ્યુક બોલ્ટન સાથે જેનો દુધીયો દાંત તૂટવા ઉપર તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું હતું. કેનેડાના પીટરબરોમાં રહેવા વાળા લ્યુકે ઔથી લાંબા દુધિયા દાંતનો રેકોર્ડ તોડીને આ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.

એક બ્લોગ દ્વારા તેના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની જાણકારી આપવામાં આવી છે. બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે લ્યુક બોલ્ટનનો દાંત સપ્ટેમ્બર 2019માં નીકળી ગયો હ તો. જયારે તે આઠ વર્ષનો હતો. જેને 2.6 સેન્ટીમીટરનો માપવામાં આવ્યો હતો. બ્લોગ અનુસાર લ્યુકે પોતાના દાંતને બધાને જોવા માટે એક શોકેસમાં મુક્યો હતો.

લ્યુકને હાલમાં જ જાણકારી આપવામાં આવી હતી કે સૌથી લાંબા દુધિયા દાંતના મામલામાં વિશ્વ રેકોર્ડ તેના નામે થઇ ગયો હ્ચે. આ પહેલા આ રેકોર્ડ 10 વર્ષના કર્ટિસ બૈડીના નામ હતો તેના દુધિયા દાંતની લાંબાઈ 2.4 સેન્ટિમીટર હતી.

આ બાબતે કેનેડાના સ્થાનિક સમાચારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લ્યુકના પિતાએ જણાવ્યું કે, “આ વિચારવું ખુબ જ હેરાન કરનારું છે કે આ દાંત કોના મોઢામાં હતો. લ્યુકના દુધિયા દાંતની પાછળ એક મોટો દાંત વધી રહ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે તેને બહાર કાઢવામાં આવ્યો”

Niraj Patel