લંડનની ગોરી મેમની જાળમાં ફસાઇ ગયો ભારતીય ખેડૂત, લાખો રૂપિયા ગુમાવ્યા – સોશિયલ મીડિયા વાપરતા ચેતી જજો

લંડનની ભૂરી ખેડૂત સાથે કાંડ કરી ગઈ, ઇવા બ્રાઉને વીડિયો કોલમાં એવું એવું દેખાડ્યું કે

હરિયાણાના પાનીપત જિલ્લામાં એક ખેડૂત લંડનની ગોરી મેમના ચક્કરમાં લાખો રૂપિયાના ઠગનો શિકાર થઇ ગયો. ખેડૂતની એવા બ્રાઉન નામની મહિલા સાથે ત્રણ મહિનાથી વાતચીત થઇ રહી હતી. જે બાદ ગોરી મેમે ભારત ફરવા આવવાની વાત કહી. તેણે ખેડૂત પાસેથી ભારત આવ્યા બાદ મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના હત્થે ચઢવાની અને છૂટવા માટે ધનરાશિની માંગ કરી. આ દરમિયાન આરોપી મહિલાએ ખેડૂતને વીડિયો કોલ કરી બતાવ્યુ કે તે એરપોર્ટ પર છે, જેને કારણે ખેડૂત તેના ઝાંસામાં આવી ગયો અને તેણે બેંક એકાઉન્ટમાં રૂપિયા નખાવી દીધા. તે બાદ ના મહિલાનો પત્તો લાગ્યો ના તો રૂપિયા પરત મળ્યા.

પોલિસે ફરિયાદને આધારે મહિલા પર ધોખાધડી સહિત કેટલીક ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરી આરોપી મહિલાની શોધ શરૂ કરી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ઋષિપાલે જણાવ્યું કે તે કુરાના ગામનો રહેવાસી છે. તેની લગભગ 3 મહિના પહેલા સોશિયલ મીડિયા પર લંડનની એક મહિલા સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા બાદ બંનેએ મોબાઈલ નંબર શેર કર્યા હતા. આ પછી બંનેએ વોટ્સએપ પર વીડિયો કોલ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું. વાતચીત દરમિયાન બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. ઋષિપાલ મહિલા પર વિશ્વાસ કરવા લાગ્યો.

આ વર્ષે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં તેણે ભારત પ્રવાસ અંગે જણાવ્યું હતું. 31મી જાન્યુઆરીના રોજ એક કોલ આવ્યો હતો.કોલરે પોતાની ઓળખ કસ્ટમ્સ વિભાગ, મુંબઈ એરપોર્ટ પર વાત કરનાર તરીકે આપી હતી. ફોન કરનારે કહ્યું કે તમારી મિત્ર મુંબઈ એરપોર્ટ પર આવી છે. તેને દિલ્હી મોકલવા માટે 1.20 લાખ રૂપિયાની ટિકિટની જરૂર પડશે. જો આવું નહિ કરવામાં આવે તો તમારી મિત્રને દેશનિકાલ કરવામાં આવશે.

ઋષિપાલ તેની જાળમાં ફસાઇ ગયો. તે બાદ ગુંડાઓએ તેને બેંક એકાઉન્ટ નંબર મોકલ્યો હતો. ત્રણ વખત અલગ-અલગ જરૂરિયાતોના નામે તેની પાસેથી 1.20 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. ખાતામાં પૈસા જમા થયા બાદ ઠગ મહિલા ઋષિપાલ સાથે 2 દિવસ સુધી વાત કરતી રહી. પરંતુ હવે તેનો નંબર સ્વીચ ઓફ છે.

Shah Jina