ધાર્મિક-દુનિયા

વ્યક્તિને હંમેશા ગરીબ બનાવીને જ છોડે છે આ 7 આદતો, ક્યાંક તમે તો નથી કરતાને આવું?

જીવનમાં એવી ઘણી ખોટી આદતો છે જે આપણે જાણતા-અજાણતા કરી નાખતા હોઈએ છીએ, જો કે શાસ્ત્રોના અનુસાર આપણી આ આદત જીવનમાં આપણને ક્યારેય પણ ધનવાન બનવા નથી દેતી. આજે અમે તમને શાસ્ત્રોમાં કહેવામાં આવેલી 7 એવી આદતો વિશે જણાવીશું જે તમને હંમેશા ગરીબ બનાવીને જ છોડે છે.

1. ગંદુ બાથરૂમ: ઘણા લોકો પોતાનું બાથરૂમ એકદમ ગંદુ રાખે છે. સ્નાન કર્યા પછી અમુક લોકો પોતાના બાથરૂમ ને સાફ નથી કરતા.આપણી આ જ આદતોને શાસ્ત્રોમાં નુકસાનદાયક જણાવામાં આવી છે. બાથરૂમને ગંદુ રાખવાથી ચંદ્રમાંની સ્થિતિ ખરાબ થઇ જાય છે, જેને લીધે આપણને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

2.થાળીમાં એઠું ભોજન રાખવું: મોટાભાગે જોવામાં આવે છે કે વ્યક્તિ પોતાની જરૂર કરતા વધારે જમવાનું થાળીમાં લઇ લેતા હોય છે, અને થાળીમાં જમવાનું વધારે છે. જેને લીધે આ એઠા ભોજનને ફેંકવું પડે છે. શાસ્ત્રોમાં તેને ગરીબીનું મુખ્ય કારણ જણાવામાં આવ્યું છે.

3. વાસણની સફાઈ: મહિલાઓ ઘણીવાર આળસને લીધે એઠા વાસણ જલ્દી સાફ નથી કરતી. કહેવામાં આવે છે કે જમ્યા પછી વધારે સમય સુધી એઠા વાસણોને રાખવા ન જોઈએ, નહિતર શનિનો વધારે પ્રભાવ પડે છે, આ સિવાય જો જમ્યા પછી તરત જ એઠા વાસણને સાફ કરી દેવામાં આવે તો માં લક્ષ્મીની કૃપા તેઓના પર હંમેશા બની રહે છે.

4. પથારી ની સફાઈ: દરેક દિવસ પોતાની પથારી કે પોતાના બેડની સફાઈ ન કરવી પણ દરિદ્રતાનું મુખ્ય કારણ બને છે. ઘરની સફાઈની સાથે-સાથે સુવાનો બેડ પણ નિયમિત સાફ કરતા રહેવુ જોઈએ.

5. દિશાનું રાખો ધ્યાન: ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં ભૂલથી પણ કોઈપણ ભારે ચીજ ના રાખો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી વ્યક્તિનું ભાગ્ય હંમેશા માટે તેઓનો સાથ છોડી દે છે.

6.આસ-પાસ થૂંકવું: જો તમે તમારી આસપાસ જ્યાં ત્યાં થૂંકો છો, તો આજથી જ તમારી આ આદતોને બદલી લો, કેમ કે આસપાસ થૂંકવાથી દરિદ્રતા આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ શકે છે.

7. કચરો વાળવો: સૂર્યાસ્તના પછી ક્યારેય પણ ઘરમાં સાવરણીથી કચરો ના વાળો, આવું કરવું અશુભ માનવામાં આવે છે, જો તમે સૂર્યાસ્ત પછી આવું કરી રહ્યા છો તો તેમાં તમે કચરાની નહીં પણ તમારી ખુશીઓની સફાઈ કરી રહ્યા છો.