ગુજરાતી લોકગાયિકા અલ્પા પટેલે શાનદાર અંદાજમાં ઉજવ્યો પોતાનો જન્મ દિવસ, શાનદાર ગિફ્ટ આપી પતિએ… જુઓ વીડિયો

અલ્પાબેન પટેલે ધામધૂમથી ઉજવ્યો જન્મ દિવસ, ખોડિયારમાં માતાજીના લીધા આશીર્વાદ, પતિએ બેસ્ટ ગિફ્ટ આપી…જુઓ તસવીરો

ગુજરાતની અંદર ઘણા બધા ગાયક કલાકારો છે જેમને ફક્ત ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પણ પોતાનું આગવું નામ બનાવ્યું છે, ત્યારે એવા જ એક ગાયિકા છે અલ્પાબેન પટેલ. અલ્પા પટેલનો ચાહક વર્ગ પણ ખુબ જ વિશાળ છે અને તે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે પણ જોડાયેલા રહે છે.

અલ્પા પટેલ પોતાના જીવન સાથે જોડાયેલી બાબતો પણ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે, ત્યારે આજે અલ્પા પટેલનો જન્મ દિવસ છે અને આ જન્મ દિવસ તેમને ખુબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ તેમણે પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ 17 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમણે ઉદય ગજેરા સાથે લગ્નના ફેરા ફર્યા હતા. લગ્ન બાદ તેમણે પોતાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી, આ સાથે જ તેમણે ફરવા જવાની પણ ઘણી બધી તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ પણ ખુબ જ પસંદ કરી હતી.

ત્યારે હવે અલ્પાબેન પટેલના જન્મ દિવસે તેમના ભરથાર ઉદય ગજેરાએ તેમને ખાસ ભેટ આપી છે અને ખુબ જ શાહી અંદાજમાં અલ્પા પટેલના જન્મ દિવસની તેમને ઉજવણી કરી હતી. જેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં અલ્પા પટેલે અને ઉદય ગજેરાએ શેર કરી હતી. જે હાલ વાયરલ થઇ રહી છે.

અલ્પાબેન પટેલે તેમના સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતા કેપશનમાં લખ્યું છે, “મારા પતિ, પરિવાર અને મિત્રોનો સમય અને પ્રયત્નો બદલ બહુ જ બધો આભાર, જે તમે અમારી સાથે આવવા અને આ ઉત્સવ મનાવવા કર્યું. મહેરબાની કરીને તમારી સુખદ ઉપસ્થિતિ અનમે પ્રેમાળ ભેટની સાથે અમારા ઉત્સવમાં આનંદ, મસ્તી અને આશીર્વાદ જોડવા માટે મારો આભાર સ્વીકાર કરો. ઉદયનો ફરી એકવાર આભાર અને મારા જન્મ દિવસને વધુ ખાસ બનાવવા માટે દિલથી આભાર. જય ખોડિયાર !”

તો અલ્પાબેનના પતિ ઉદય ગજેરાએ પણ તેમના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે અને સાથે જ તેમને પણ કેપશનમાં લખ્યું છે, “મારી પ્રેમાળ પત્નીને જન્મ દિવસના અવસર ઉપર એક સાથે અમારી સુખદ ક્ષણોની ઝલક શેર કરીએ છીએ” તેમની તસવીરો ઉપર પણ ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

અલ્પાબેન અને ઉદય ગજેરા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે અલ્પાબેન સામે ઘણી બધી કેક પડી છે. જેના ઉપર હેપ્પી બર્થ ડે અલ્પા લખેલું છે. આ ઉપરાંત અલ્પાબેનના જન્મ દિવસ નિમિત્તે પતિ ઉદય ગજેરાએ તેમને શાનદાર ભેટ આપતા એક એક્ટિવા આપ્યું છે.

આ ઉપરાંત અલ્પાબેને શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે તેમના માટે એક ખાસ કેક બનાવવામાં એવી છે જેના ઉપર માઈક લગાવેલું છે અને સંગીતના ચિત્રો પણ જોઈ શકાય છે, કેક આગળ ફાયર કેન્ડલ પણ સળગી રહી છે, આગળ અલ્પાબેન પતિ દ્વારા મળેલી ગિફ્ટથી ખુબ જ ખુશ છે અને તે એક્ટિવા ચલાવીને જતા પણ જોવા મળે છે.

તસ્વીરોમાં અને વીડિયોમાં અલ્પાબેનના આ જન્મ દિવસની ખાસ ઉજવણી જોવા મળી રહી છે, સાથે જ તેમને આજના દિવસને વધુ ખાસ બનાવવા માટે ખોડિયાર માતાજીના મંદિરે જઈને આશીર્વાદ પણ લીધા હતા. જેની તસવીરો પણ ઉદય ગજેરાએ શેર કરી છે અને વીડિયોમાં પણ જોઈ શકાય છે.

અલ્પાબેન અને ઉદય દ્વારા શેર કરવામાં આવેલી તસીવરો બાદ ચાહકો પણ તેમને ઢગલાબંધ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ સાથે જ ઘણા સેલેબ્સ પણ તેમને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. આ ખાસ દિવસે અલ્પાબેનના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. આ જન્મ દિવસની ઉજવણી તેમને પરિવાર, પાડોશીઓ અને મિત્રો સાથે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)

તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી. અલ્પા પટેલની વાત કરીએ તો, તેમણે માત્ર 10 વર્ષની નાની ઉંમરે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકામાં સુમાર છે.

Niraj Patel