ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવે છે અને કેટલીકવાર કેટલાક આત્મહત્યાના કિસ્સાઓ ચકચાર પણ જગાવતા હોય છે. ત્યારે ગઇકાલના રોજ જ વેરાવળના એક ડોક્ટરની આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. અતુલ ચગ નામના જાણિતા ડોક્ટરે આત્મહત્યા કરી અને આ મામલો હાલ ગરમાયો છે. ત્યારે જૂનાગઢના તબીબ જલ્પન રૂપાપરાએ પણ આ મામલે ઝંપલાવ્યું છે. નારાયણભાઈ અને રાજેશ ચુડાસમા પાસેથી અંદાજિત બેથી અઢી કરોડ રૂપિયા લેવાની હકીકતો સામે આવી.
તેને લઈને ડો.અતુલ ચગે આત્મહત્યા કરી હોવાનું ડો.જલ્પન રૂપાપરાનું માનવું છે. તેઓ કહે છે કે, આજથી દસેક મહિના પહેલા તેમની મુલાકાત વેરાવળના ડો.અતુલ ચગ સાથે તેમની હોસ્પિટલમાં થઈ હતી. તે સમયે રૂપાપરાને તેઓએ જણાવ્યું હતું કે, ચોરવાડના નારણભાઈ ચુડાસમા પાસેથી તેમને ખૂબ મોટી રકમ પરત લેવાની બાકી છે અને આ સાથે તેમણે નારણભાઈને આપેલા ચેકની વિગતો પણ બતાવી.

તેમણે ઘણીવાર રાજેશ ચુડાસમા અને નારણભાઈ ચુડાસમાને વિનંતી કરી પણ તેમ છતાં તેઓ રૂપિયા પરત આપવા આનાકાની કરી રહ્યા હતા અને આને કારણે જ ડો.અતુલ ચગે આપઘાત કર્યો તેવું ડો.જલ્પન રૂપાપરા માની રહ્યા છે. ત્યારે આ મામલે લોહાણા સમાજ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ સાથે જ ડે.કલેકટરને આવેદન પત્ર આપી ઝડપી ન્યાય મળે અને તટસ્થ તપાસ થાય તેની માગ કરી છે.

જણાવી દઇએ કે, રવિવારના રોજ અતુલ ચગે પોતાની જ હોસ્પિટલમાં ઉપરના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો અને તેમણે આપઘાત પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જે પોલિસને મળી આવી. જો કે, આ સુસાઇડ નોટમાં એકદમ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.ત્યારે હવે આ મામલે ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે. લોહાણા સમાજ દ્વારા વેરાવળ ડે.કલેકટરને આવેદન પત્ર પાઠવી ઝડપી તપાસ અને તટસ્થ ન્યાય માટે માગ કરી છે.
સુસાઈડ નોટની વાત કરીએ તો, તેમાં ઘણુ ટૂંકું લખાણ લખેલુ હતુ અને બે વ્યક્તિના નામ લખેલા હતા. જો કે, ખાસ વાત એ છે કે, મૃતકનો દીકરો હિતાર્થ મીડિયા સામે સુસાઇડ નોટમાં લખેલા નામ બાબતે બોલવાનું ટાળતો હોય તેમ લાગી રહ્યુ છે અને ફરિયાદ કરવાની વાતમાં પણ સ્પષ્ટતાથી વાત ન કરતો હોય તેમ જણાઈ રહ્યું છે. જેને લઇને આત્મહત્યાનું રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ મામલે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
#Veraval #dratulchagsuicide #Girsomnath pic.twitter.com/c7gNdWQScy
— Navajivan News (@NewsNavajivan) February 14, 2023