ખબર

લોકરમાં રોકડા રૂપિયા મુકનારા માટે ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે, વડોદરામાં મહિલાએ લોકર ખુલતા જ ઉડી ગયા હોશ

લોકો પોતાની કિંમતી વસ્તુઓની સુરક્ષા કરવા માટે બેંકમાં લોકરનો ઉપયોગ કરતા હોય છે, ઘણા લોકો લોકરની અંદર રોકડ રકમ પણ મુકતા હોય છે ત્યારે હાલમાં વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

વડોદરા શહેરના પ્રતાપનગર બેંક ઓફ બરોડાના લોકરમાં એક મહિલાએ 2.20 લાખ રૂપિયા રોકડા મૂક્યા હતા, પરંતુ જયારે તે મહિલા લોકરમાં રહેલા પોતાના પૈસા લેવા માટે ગઈ ત્યારે લોકર ખુલતા જ તેના હોશ ઉડી ગયા હતા.

Image Source

લોકરમાં રહેલા તમામ રૂપિયા ઉધઈએ નષ્ટ કરી દીધા હતા. જેના બાદ મહિલાએ બેંક પાસે વળતરની માંગણી પણ કરી છે. વડોદરા શહેરની અંદર કોઈ બેંકના લોકરમાં રહેલા રૂપિયા ઉધઈ કાતરી ગઈ હોય તેવો પહેલો કિસ્સો જોવા મળ્યો છે.

Image Source

મહિલાએ બેંકના લોકરની અંદર 5, 10, 100 અને 500 રૂપિયાની ચલણી નોટો મૂકી હતી. જયારે તમને રૂપિયાની જરૂર આવતા તે બેંકની અંદર રૂપિયા લેવા માટે ગયા ત્યારે લોકર ખુલતા જ તેમના હોશ ઉડી ગયા હતા, કારણ કે ઉધઈએ બધા જ રૂપિયા નષ્ટ કરી નાખ્યા હતા.

Image Source

આ ઘટના બાદ મહિલાએ બેંકમાં હોબાળો મચાવ્યો હતો, તેને બેંકના મેનેજરને લેખિતમાં પણ ફરિયાદ કરી હતી અને વળતરની માંગણી કરી હતી. આ બાબતે બેંક અધિકારીએ જણાવ્યું હતું કે ખાતું ખોલાવતી વખતે જ સ્પષ્ટતા કરવામાં આવતી હોય છે કે લોકરમાં રોકડ રૂપિયા રાખવા નહીં. જોકે હજુ આ બાબતે તપાસ ચાલી રહી છે.