ખબર

કોરોના સામે લડી રહેલા આ દેશોમાં હવે આવી એક બીજી મોટી મુશ્કેલી, જાણીને તમે પણ હેરાન રહી જશો

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે દુનિયામાં એવા પણ ઘણા દેશો છે જે પહેલાથી જ ભૂખમરાથી પીડાઈ રહ્યા હતા, અને એમાં પણ કોરોના વાયરસનો ખતરો તેમના માથે આવીને ઉભો છે ત્યારે આ દેશોમાં બીજી એક સમસ્યા પણ સતાવી રહી છે. અને આ મુસીબત કોરોના કરતા પણ ઘણી મોટી છે. આ મુસીબતનું નામ છે તીડ.3

મે 2018માં આવેલા એક ચક્રવાત આવ્યો હતો મેકુન, અને તેનાથી ઓમાન, સાઉદી અરબ અને યમન જેવા દેશોમાં ઘણી જ તબાહી મચી હતી. પરંતુ આ તોફાનના કારણે રેગિસ્તાનમાં શાંત પડેલા ખાસ પ્રકારના કીડા ને નરમાશ મળી ગઈ, તેમને પાણી પણ મળી ગયું અને લીલોતરી પણ આવી જેના કારણે આ કીડાઓને ભોજન પણ મળી ગયું. થોડા જ સમયમાં આ કીડાઓનું વિશાલ ઝુંડ બનવા લાગ્યું.  પરંતુ આ ચિંતાનો વિષય નહોતો કારણ કે આ કીડા 6 મહિના સુધી જ આવી સ્થિતિમાં જીવતા રહી શકે છે.  પરંતુ ઓક્ટોમ્બર 2018માં આવેલા એક બીજા ચક્રવાતે તેમને નવું જીવન આપી દીધું, યુએન ના જણાવ્યા પ્રમાણે આ કીડાઓને યોગ્ય વાતાવરણ મળી જવાના કારણે તેમની આબાદી 8 હાજર ઘણી વધી ગઈ.

આ કીડાઓને તીડ તરીકે ઓળખવામાં આવે છે, જે મોટો વિનાશ કરનાર પ્રજાતિ છે. આ પ્રકારના કીડાઓ આશ્ચિમી આફ્રિકાથી ભારત વચ્ચેના દેશોમાં જોવા મળે છે. આ કીડાઓ બે સમયમાં રહે છે એક ;સોલિટરી જેમાં કીડાઓ એકલા હોય છે અને બીજો ગ્રેગેરિયસ જેમાં આ કીડા ઝુંડમાં આવે છે. તેમને યોગ્ય વાતાવરણ મળી જતા તે પોતાના રંગ અને સ્વભાવ પણ બદલતા રહે છે.

2018માં આરબની ખાડીમાં આ કીડાઓ હજારો ઘણા વધી ગયા હતા, 2019સુધીમાં  પૂર્ણ થવા સુધીમાં તે પૂર્વી આફ્રિકા સુધી પહોંચી ગયા, ત્યાં પૂર્વી આફ્રિકા એટલે કેન્યા, તંજાનિયા, યુગાન્ડા, ઇથોપિયા અને સોમાલિયા જેવા દેશ આવેલા છે. આ વિસ્તારમાં તોફાન આવ્યા અને કમોસમી વરસાદ થવાના કારણે તીડને અનુકૂળ વાતાવરણ મળી ગયું અને તેમની સંખ્યા પણ વધવા લાગી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.