ખબર

ઠેકડા મારી મારીને 22 થપ્પડ ઝિંકનાર યુવતીએ કહ્યું, તે મારા ઉપર કાર ચઢાવી દેવાનો હતો અને….

સેંકડો લોકો વચ્ચે 22 થપ્પડ સહન કરનાર પીડિત કેબ વાળો બોલ્યો, નિર્દોષ હતો તો પણ આખી રાત લોકઅપમાં રહેવું પડ્યું… પોલીસે 10 હજાર રૂપિયા- જાણો વિગત

સોશિયલ મીડિયા અને ન્યુઝ મીડિયામાં આજકાલ એક  ખબર ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. કેબ ડ્રાઈવર અને થપ્પડ ગર્લની. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે લખનઉના એક ચાર રસ્તા ઉપર એક કેબ ડ્રાઈવરને એક યુવતી કૂદી કૂદી અને થપ્પડ ઉપર થપ્પડ મારી રહી છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા ઉપર લોકોએ કેબ ડ્રાઈવરને કસૂરવાર ગણાવ્યો હતો, પરંતુ પછીથી એક બીજો વીડિયો વાયરલ થતા જ યુવતીને કસૂરવાર માનવામાં આવી છે.

હવે આ બાબતે યુવતીએ પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે,. આરોપી યુવતીએ સોશિયલ મીડિયા દ્વારા એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેને પોતાને નિર્દોષ જણાવી છે. યુવતીનું કહેવું છે કે બધા જ મને ખોટી ગણાવી રહ્યા છે. પરંતુ કોઈ મારી વાત નથી સાંભળવા માંગતું. યુવતીએ ડ્રાઈવરને ગાજો પીનારો પણ ગણાવ્યો છે.

પ્રિયદર્શની યાદવ નામથી આરોપી યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેને પોતાને નિર્દોષ અને ડ્રાઈવરને દોશી ગણાવ્યો છે. પ્રિયદર્શનીએ લખ્યું છે, “સ્મોક એન્ડ ડ્રાઈવ. બધા જ મને બ્લેમ કરી રહ્યા છે કે મેં તેને કેમ માર્યો. કોઈ પણ મારી કહાની જાણવા નથી ઇચ્છતું. હું લગભગ રોડને ક્રોસ કરી ચુકી હતી. જયારે સિગ્નલ રેડ હતું. ત્યારે જ ગંજેડી ડ્રાઈવરે મને ટક્કર મારી દીધી. હું ભગવાનની કૃપાથી બચી ગઈ. તે પોતાની ભૂલ નહોતો માની રહ્યો અને મારી સાથે વિવાદ કરવા લાગ્યો. જેના કારણે મેં તેને તમાચા માર્યા.”

યુવતીએ આગળ લખ્યું છે કે, “જો કોઈને ખોટું લાગે છે કે મેં કાનૂન હાથમાં લીધી છે તો હું તેના માટે માફી માંગુ છું. પરંતુ ચૂપ રહેવાની જગ્યાએ હું આ એન્ટી સોશિયલ એલીમેન્ટ્સને જવાબ આપવો વધારે સારો સમજુ છું. સંધિ અને ભક્ત મને ફેક ફેમિનિસ્ટ અને ના જાણે શુંનું શું કહી રહ્યા છે. આ ઓછામાં ઓછું મરવા અને તેના બાદ કેન્ડલ માર્ચ કાઢવાથી તો વધારે જ સારું છે.”

તો બીજી તરફ કેબ ડ્રાઈવર સઆદત અલીનું કહેવું છે કે જ્યારે યુવતી તેને ચાર રસ્તા પર મારી રહી હતી ત્યારે પોલીસ માત્ર તમાશો જ જોતી હતી. અને જે બાદ તેને જ પોલીસ સ્ટેશને લઈ જઈને લોકઅપમાં રાખ્યો. ઘરવાળાઓને ફોન પણ ન કરવા દીધો. મારા બંને ભાઈ લોકેશન શોધીને પોલીસ સ્ટેશન પહોંચ્યા તો તેઓને પણ લોકઅપમાં નાખી દીધા. કોઈ પૂછપરછ પણ કરવામાં ન આવી. કારણ વગર કેબ સીઝ કરી દીધી. ત્યારે કેબ છોડાવવા માટે પોલીસે 10 હજાર રૂપિયા લીધા. આત્મસન્માનને તો ઠેસ પહોંચી જ છે, હવે તો કાયદા પર પણ વિશ્વાસ રહ્યો નથી. આશ્ચર્યની વાત છે કે પુરાવા હોવા છતાં હજુ સુધી આરોપી યુવતી વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.”

મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે આ મામલામાં કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓની લાપરવાહી ઉજાગર થઇ છે. પીડિત ચાલકે પોલીસકર્મીઓની ઓળખ કરીને ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું છે.  જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીઓની આ કરતૂતથી ઉચ્ચ અધિકારીઓ પણજાણકાર છે . પ્રાનુત કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું.