ખબર

લોકડાઉન દરમિયાન મહિલાએ બાલ્કનીથી જોયું અને પહેલી નજરમાં થઇ ગયો પ્રેમ

હાલ દુનિયાના ઘણા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી બચાવવા માટે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા અઠવાડીયાથી લોકો ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે. આ વચ્ચે લોકડાઉનમાં બાલ્કનીમાંથી પહેલી નજરમાં પ્રેમ થઇ ગયો હોય તેવી અનોખી કહાની સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Paola Agnelli (@paola.agnelli80) on

આ મામલો ઇટાલીનો છે. કોરોનથી પ્રભાવિત દેશોમાં ઇટાલીનું નામ પણ શામેલ છે. ઇટલીના વરોના શહેરમાં રહેનારી 39 વર્ષીય પાઓલા એગનેલી અને 38 વર્ષના મિકેલ ડીએલોપર્સને પ્રેમ થઇ ગયો છે.

Image source

પાઓલાએ રેડિયો કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેના અનોખા પ્રેમ વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તેની પહેલી નજર મળ્યા બાદ મિકેલ એક ચાદર પર તેનું નામ લખીને અગાસી પર ટાંગી રાખ્યું હતું.
આ કપલની નજર ત્યારે મળી હતી જયારે તે કમ્યુનિટી બાલ્કની કોન્સર્ટ સાંભળ્યા બાદ બંને તેની બાલ્કનીમાં ઉભા હતા.

આ બાલ્કની કોન્સર્ટમાં પાઓલાઈ બહેન લીઝા વાયલીન વગાડી રહી હતી. વાયલીન સંગીત સાંભળ્યા દરમિયાન મિકેલની નજર પાઓલસે મળી હતી.

Image source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાઓલાએ કહ્યું હતું કે, જયારે પહેલીવાર મેં મિકેલને જોયો હતો. જયારે મેં તેને પહેલી વાર જોયો હતો ત્યારે જ મને પ્રેમ થઇ ગયો હતો. તેના માટે પણ એવું જ થયું છે. અમારી આંખ એકબીજાને મળી હતી. માહોલ ઘણો રોમેન્ટિક હતો.

 

View this post on Instagram

 

A post shared by Paola Agnelli (@paola.agnelli80) on

બાલ્કનીમાંથી નજર મળ્યા બાદ આ કપલે એકબીજા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ બાદમાં નક્કી કર્યું હતું કે, લોકડાઉન પૂરું થયા બાદ જ મળીશું.

Image source

આ વાતની ખાસિયત એ છે કે, મિકેલની બહેન સિલ્વિયા પાઓલોને પહેલેથી જ જાણતી હતી.બંને એક સાથે જીમમાં જતા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.