ખબર

લોકડાઉનનો સમયગાળો વધી ગયો, 4 મેથી લઈને હવે 17 મે સુધી રહેશે, રેડ ઝોન વાળાનું શું? જાણો

કોરોના વાયરસના કારણે લોકડાઉનનો બીજો તબક્કો પણ હવે જયારે બે દિવસમાં પૂર્ણ થવાનો હતો એ પહેલા જ લોકડાઉનને બીજા 14 દિવસ સુધી વધારી દેવામાં આવ્યું છે, નવું લોકડાઉન 4 મેથી 17 મે સુધીનું રહેશે.

Image Source

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ 14 દિવસના નવા લોકડાઉનની અંદર રેડ ઝોનની અંદર કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં, પરંતુ ઓરેન્જ અને ગ્રીન ઝોનની અંદર થોડી છૂટછાટ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે હાઈલેવલની મિટિંગ બોલાવી હતી, જે લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી, આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સહીત, નાણામંત્રી નિર્મળ સીતારમણ, ડિફેન્સ તરફથી વિપિન રાવત, રેલમંત્રી પિયુષ ગોયેલ, સાથે હાઈ લેવલના મંત્રીઓ સામેલ રહ્યા હતા.

નોંધનીય છે કે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો રેડ ઝોન હેઠળ છે અને આ વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે નહીં, તેમજ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં થોડી છૂટછાટ મળી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.