ખબર

વધુ એક લોકડાઉન : આ રાજ્યમાં આ તારીખથી લાગુ થશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત

કોરોના સંક્રમણના વધતા પ્રકોપને લઇને તમિલનાડુ સરકારે 10 મેથી બે સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવાની ઘોષણા કરી છે. 10 થી 24 મે સુધી તમિલનાડુમાં પૂર્ણ લોકડાઉન રહેશે. કરિયાણુ, રાશન, માંસની દુકાનો બપોરે 12 વાગ્યા સુધી ખોલવાની અનુમતિ છે. અન્ય રાજયોથી આવનાર લોકોએ પહેલાથી ઇ-રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પર્યટન સ્થળોની યાત્રા પર પ્રતિબંધ રહેશે.

તમિલનાડુમાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના 26,465 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ હવે કુલ કેસની સંખ્યા વધીને 13,23,965 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 197 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મોતને આંકડો 15 હજારને પાર કરી ગયો છે.

હવે એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 35 હજાર 355 છે. ચેન્નાઇમાં સંક્રમણના નવા 6738 નવા કેસ સામે આવ્યા છે. તે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખ 77 હજાર 42 થઇ ગઇ છે. શહેરમાં અત્યાર સુધી 5081 લોકોની મોત થઇ ચૂકી છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનએ કહ્યુ કે, તેમની સરકાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો ખર્ચો ઉઠાવશે. મુખ્યમંત્રીએ એક આદેશમાં કહ્યુ, રાજય સ્વાસ્થ્ય વીમા કવર પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચ વહન કરશે. સ્ટાલિને એક બીજો આદેશ પણ જારી કર્યો છે. જેમાં તમિલનાડુના બધા ચાવલ કાર્ડ ધારકોને 2000 રૂપિયા આપશે. રાજયમાં લગભગ 2.07 કરોડ આ કાર્ડ ધારક છે.