હવે કારણ વગર હાલી નીકળતા લોકો સામે કાયદેસર કાર્યવાહી શરૂ! પકડાશો એટલે આવો દંડ થશે

0

કોરોના વાઇરસ દેશ-દુનિયામાં વકરી રહ્યો છે. ભારતમાં મોટાભાગનાં શહેરો લોકડાઉન થવા માંડ્યા. દુકાનોનાં શટર પડી ચૂક્યાં છે અને રસ્તાઓ સૂમસામ બન્યા છે. ૨૨ માર્ચના જનતા કર્ફ્યુનું ભારત સહિત સમગ્ર ગુજરાતમાં પણ સંપૂર્ણ પાલન થયું હતું. એ પછી પણ લોકોને ઘરમાં જ રહેવાનું હતું પણ ગુજરાતનાં ઘણાં શહેરોમાં લોકો બહાર ફરી રહ્યા હતા. એ પછી આખરે ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈ જ લીધો છે.

Image Source

૩૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન:
૨૩ તારીખે રાત્રે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે, હવેથી ૩૧ માર્ચ સુધી આખું ગુજરાત લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓ, તમામ શહેરો અને વિસ્તારોમાં કલમ-૧૪૪ લગાવી દેવામાં આવી છે. હવે પોલીસને પૂરો અધિકાર મળ્યો છે, કે અત્યંત જરૂરી કામ સિવાય બહાર નીકળનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યની સરહદો બંધ, માત્ર જરૂરી સેવાઓ શરૂ:
ગુજરાત રાજ્યની સરહદો સીલ કરી દેવામાં આવી છે. બીજાં રાજ્યમાંથી આવતી વ્યક્તિઓની કડક જાંચ થશે. રાજ્યનાં ચાર મહાનગરોમાં ૨૫ સુધી લોકડાઉન અગાઉથી કરવામાં આવ્યું હતું, હવે બધે જ ૩૧ માર્ચ સુધી લોકડાઉન થઈ ચૂક્યું છે. કારણ વગર બહાર નીકળનાર વ્યક્તિ સામે કાર્યવાહી થશે.

Image Source

આટલું ચાલુ રહેશે:
દવાખાનાં-હોસ્પિટલ જેવી મેડિકલ સેવાઓ, પંચાયત સેવાઓ, મ્યુનિસિપાલિટીઓ અને શાકભાજી-કરિયાણું-ગેસ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી ચાલુ રહેશે. સંગ્રહખોરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. શાકભાજી કે કરિયાણાની દુકાનો બંધ નથી થવાની. દૂધ મળતું રહેશે. દરેક ગામની ડેરીઓ પણ ચાલુ છે. આથી રોજનું રોજ મળી રહેશે.

આ બધું બંધ:
પબ્લિક ટ્રાન્સપોર્ટ, ચા-પાણીની દુકાનો, કાપડ સહિતની દુકાનો, રીક્ષા અને બસ સહિતની બધી સુવિધાઓ બંધ રહેશે. માત્ર જીવન જરૂરિયાતની સેવાઓ માટે બહાર નીકળવાનું રહેશે. એવું કરતા પોલીસ તમને રોકશે પણ નહી. ખાનગી વાહનોમાં અવરજવર કરી શકશો, એ પણ ચોક્કસ કારણ હોય તો. બેથી વધારેની સવારી મંજૂર નથી.

કલમ-૧૮૮ શું છે?:
કલમ-૧૪૪ ક્રિમીનલ પ્રોસિઝર કોડની છે. આ કલમથી કર્ફ્યુ લગાડવામાં આવે છે. જ્યારે કલમ-૧૮૮ સરકારી કર્મચારીની અવજ્ઞા કરવા બદલ મળતી સજા અંતર્ગત છે. લોકસેવક(સરકારી માણસ)ની અવજ્ઞાનો ભંગ કરવા બદલ, એમનાં કાર્યમાં રોડાં નાખવા બદલ, જાહેર સ્વાસ્થ્યને નુકસાન પહોઁચાડવા બદલ આમાં દંડની જોગવાઈ છે. જેલ પણ થશે અને દંડ પણ થશે.

Image Source

એટલે હવે તો ઘરમાં રહેવું જ પડશે! લંકા પર ચડાઈ કરવા માટે રામની સેનાને સમુદ્રદેવની મદદની જરૂર હતી. રામે ત્રણ દિવસ સુધી લગાતાર સમુદ્રની પ્રાર્થના કરી કે, દેવ! અમને રસ્તો આપો! પણ સમુદ્રએ જાણે સાંભળ્યું જ નહી. આખરે રામે કહ્યું કે, હવે લાવ તો મારું ધનુષ! અને તરત સમુદ્રદેવ પ્રગટ થયા.

બિનય ન માનિત જલધિ, ગયે તીન દીનું બીત;
બોલે રામ સકોપ તબ, ભય બિનું હોઈ ન પ્રીત!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.