ખબર

BIG NEWS: અહીં કોરોના થયો બેકાબુ, 1 મહિના માટે લગાવવામાં આવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત

ભારતમાં આગળના અમુક સમયથી કોરોના વાયરસ સંક્રમણના મામલાઓમાં ઉછાળો જોવા મળ્યો છે, આ વચ્ચે દુનિયાના અન્ય દેશોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ફ્રાન્સમાં પણ કોરોના વાયરસે પોતાનો પ્રકોપ દેખાડવાનો શરૂ કરી દીધો છે.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

એવામાં ફ્રાન્સમાં હાલની પરિસ્થિતિને જોતા રાષ્ટ્રપતિ ઈમૈન્યુએલ મૈક્રોએ પુરા દેશમાં 4  અઠવાડિયા માટે લોકડાઉન લગાવવાની ઘોષણા કરી છે. આગળના એક વર્ષમાં કોવિડ-19ને લીધે આ ત્રીજી વાર ફ્રાન્સમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

મૈક્રોએ કહ્યું કે જો આપણા દ્વારા હમણાં જ કઠોર પગલાં લેવામાં ન આવ્યા તો આપણે કોરોના પર નિયંત્રણ ખોઈ બેસશું, દેશમાં લોકડાઉનના દરમિયાન માત્ર જરૂરી સામાનની જ દુકાનોને જ ખુલ્લી રાખવાની પરવાનગી હશે.ઓફિસ જવાને બદલે લોકો ઘરેથી જ કામ કરશે અને શાળાઓ પણ બંધ રહેશે. સાંજે સાતથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે અને આ દરમિયાન 10 કિલોમીટરથી વધારે દૂર જવા માટે પણ રોક હશે.યાત્રા માટે પણ રોક લગાવવામાં આવશે.

Image Source

રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું કે આ લોકડાઉનના દરમિયાન વેક્સિનેશન આપવાની પ્રક્રિયા પણ ઝડપી કરી દેવામાં આવશે,અને ગરમીના દિવસો ખતમ થવા સુધીમાં સરકાર 18 વર્ષથી વધારે ઉંમર વાળા દરેક લોકોને પણ વેક્સિન અપાવી દેશે.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

મળેલી રિપોર્ટના આધારે ફ્રાન્સમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 46 લાખને પાર પહોંચી ચુક્યા છે જ્યારે અત્યાર સુધીમાં 95,502 લોકની મૌત થઇ ચુકી છે. હાલના દિવસોમાં 5,000 લોકો કોરોનાને લીધે આઇસીયુમાં ભરતી છે. WHO ના આધારે 31 માર્ચ ના રોજ અહીં એક દિસવમાં કુલ 59,575 સંક્રમણનો આંકડો દર્જ કરવામાં આવ્યો હતો.