ખબર

બ્રેકીંગ ન્યુઝ: કોરોનાના વધતા કહેર બાદ 19 જૂનથી પૂર્ણ લોકડાઉન લાગુ, જાણો ફટાફટ

દેશમાં કોરોના બેકાબુ થઇ રહ્યો છે. કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં કોરાનાનાં 343,091 કેસ નોંધ્યા ચુક્યા છે. તો દેશના ઘણા રાજ્યમાં કોરોના બેકાબુ થઇ રહ્યો છે.

Image source

ચેન્નાઇ સહિત તમિલનાડુનાના ઘણા શહેરમાં કોરોના બેકાબુ થઇ રહ્યો છે. કોરોનના વધતા કહેરને લઈને રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લામાં 19 જૂનથી 30 જૂન સુધી લોકડાઉન લાગુ કરવાનો ફેંસલોઃ કરવામાં આવ્યો છે. આ ચાર જિલ્લામાં ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં 19 થી 30 જૂન સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓ મેટ્રોપોલિટન ચેન્નાઈ પોલીસ ક્ષેત્ર હેઠળ છે.

Image source

સત્તાધારી એઆઈએડીએમકેએ કહ્યું હતું કે, આરોગ્ય સમિતિ કે જેણે તમિળનાડુના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામી સાથે ચર્ચા કરી હતી, તેને કોરોનાવાયરસ ચેપ ફેલાવા માટે ચેન્નાઇમાં લોકડાઉન માટે આપવામાં આવતી રાહતોને કડક કરવાની ભલામણ કરી હતી. આ લોકડાઉનને કારણે મેક્સિમાઈઝ રેસ્ત્રીકેટેડ લોકડાઉન’ નામ આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ચેન્નાઇ શહેરમાં જ કોરોનાના 30 હજાર કેસ સામે આવી ચુક્યા છે.

Image source

તમિલનાડુમાં દરરોજના 2 હજારથી વધુ કેસ સામે આવે છે. તમિલનાડુના વધારે કેસ ચેન્નાઇ અને આસ્પાસના શહેરમાં છે આ ધ્યાનમાં રાખીને લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે.

તમિલનાડુના આ ચાર જિલ્લામાં કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, પેટ્રોલ બંક અને મોબાઇલ બજારો સવારે 6 થી બપોરે 2 વાગ્યા દરમિયાન કાર્ય કરી શકે છે. પોતાના વાહનોમાં બજારમાં જતા લોકોને તેમના ઘરથી માત્ર 2 કિ.મી.ની અંદર જ મુસાફરી કરવાની છૂટ રહેશે.

Image source
Image source

ચારે જિલ્લામાં ફક્ત આવશ્યક સેવાઓ અને તબીબી કટોકટીની મુસાફરીની મંજૂરી રહેશે. હોસ્પિટલો, ફાર્મસીઓ, લેબ્સ અને એમ્બ્યુલન્સ- કાર્યરત. મેડીકલ અને ટેક્સી કેબ્સને ફક્ત તબીબી કટોકટી માટે જ મંજૂરી છે.

કન્ટેન્ટ ઝોન સિવાયની તમામ પીડીએસ શોપ્સ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી કામ કરી શકે છે. માત્ર ટેકઓવે સેવાઓ માટે હોટલોને સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.