ખબર

ભારતના આ રાજ્યના 3 જિલ્લામાં 15મી સુધી સંપૂર્ણ લોકડાઉન, ઘરની બહાર પણ નહિ નીકળવાનું જાણો વિગત

કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 7 લાખથી વધુ છ. હાલ દેશમાં અનલોક2 ચાલી રહ્યું છે. જેના કારણે કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમુક રાજ્યમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આસામના જોરહટમાં 9 જુલાઈથી 15 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 9 જુલાઈના સાંજે 7 કલાકથી લાગુ કરવામાં આવશે.

Image source

જોરહટ જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધ્યક્ષ ડીડીએમએના આદેશ અનુસાર, આ અઠવાડિયા સુધી સમગ્ર જિલ્લામાં બજાર બંધ રહેશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આસામમાં સોમવારે કોરોના વાયરસના 786 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 598 કેસ ગુવાહાટી શહેરના છે.

જોરહટ આસામનો ત્રીજો એવો જિલ્લો છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા દીમા હસાઓ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Image source
Image source

આ સિવાય ગુવાહાટી છે જ્યાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અહીં 12 જુલાઈ સાંજે છ કલાક સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 12522એ પહોંચી ગઈ છે, જ્યારે 7882 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4623 એક્ટિવ કેસ છે અને 14 લોકોના મોત કોરોનાને કારણે થયા છે.

Image source
Image source

કોરોનાના કેસ મામલે સૌથી પહેલા અમેરિકા છે આ બાદ બ્રાઝીલ ત્યાર બાદ ત્રીજા નંબર પર ભારત છે. જયારે ચોથા અને પાંચમા ક્રમમાં રુસ અને પેરુ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.